Gujarat Rain : બનાસકાંઠા-પાટણમાં 34 જેટલા અસરગ્રસ્ત ગામમાં આરોગ્ય વિભાગની સ્વાસ્થ્ય સર્વેલન્સ અને સ્ક્રીનીંગની સઘન કામગીરી, જુઓ Photos

આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠા અને પાટણ માં ક્લોરિનની ગોળીઓનું અને ORSના પેકેટ્સનું વિતરણ પણ મોટા જથ્થામાં કરવામાં આવ્યું છે.

રાહત-બચાવ કામગીરી પૂરજોશમાં શરૂ

1/6banaskatnah patan

બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કુલ 3 તાલુકાના 34 ગામો અસરગ્રસ્ત થયા છે. સર્જાયેલી તારાજીમાં બચાવ પગલે સરકારનું આરોગ્ય વિભાગ રાહત અને બચાવ કામગીરી માટે દોડી રહ્યું છે. આરોગ્ય વિભાગની મેડિકલ અને પેરા મેડિકલની 306ની ટીમને ત્યાં મુકવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠા અને પાટણ માં ક્લોરિનની ગોળીઓનું અને ORSના પેકેટ્સનું વિતરણ પણ મોટા જથ્થામાં કરવામાં આવ્યું છે.


2/6banaskatnah patan

બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કુલ 3 તાલુકાના 34 ગામો અસરગ્રસ્ત થયા છે. સર્જાયેલી તારાજીમાં બચાવ પગલે સરકારનું આરોગ્ય વિભાગ રાહત અને બચાવ કામગીરી માટે દોડી રહ્યું છે. આરોગ્ય વિભાગની મેડિકલ અને પેરા મેડિકલની 306ની ટીમને ત્યાં મુકવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠા અને પાટણ માં ક્લોરિનની ગોળીઓનું અને ORSના પેકેટ્સનું વિતરણ પણ મોટા જથ્થામાં કરવામાં આવ્યું છે.

3/6banaskatnah patan

વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હઠળ રોગ અટકાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. જેમાં અસરગ્રસ્ત તાલુકાઓ વાવ, સુઈગામ, સાંતલપુર માં ઘરે ઘરે જઈ તાવ કેસોનું સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. સર્વે દરમ્યાન દરેક જગ્યાએ લોહીના નમુના લઈને રોગચાળા વિશે વધુ તપાસ થઈ રહી છે.અને રોગચાળો ન ફેલાય તે માટે પ્રચાર પ્રસારની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

4/6banaskatnah patan

વાવ તાલુકા- અસરગ્રસ્ત ગામોમાં 33 ટીમો મારફત ઘરે ઘરે ફરી તાવના કેસોનું સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી. સર્વે દરમ્યાન 77 લોહીના નમુના લેવામાં આવ્યા. કુલ 1542 ઘરની મુલાકાત લઇ તેમાં પોરાનાશક કામગીરી હાથ ધરતાં 26 જગ્યાએ પોરા મળતા તેનો નાશ કરેલો છે તથા રોગચાળો ન ફેલાય તે માટે પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે.

5/6banaskatnah patan

સુઈગામ તાલુકા- અસરગ્રસ્ત ગામોમાં 29 ટીમ મારફતે ઘરે ઘરે ફરી તાવના કેસોનું સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્વે દરમ્યાન 69 લોહીના નમુના લેવામાં આવ્યા છે. કુલ 1141 ઘરોની મુલાકાત લઈ તેમાં પોરાનાશક કામગીરી હાથ ધરતાં 24 જગ્યાએ પોરા મળતા તેનો નાશ કર્યો છે તથા રોગચાળો ન ફેલાય તે માટે પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે.

6/6banaskatnah patan

સાંતલપુર તાલુકા - અસરગ્રસ્ત ગામોમાં ૧૫ ટીમો મારફત ઘરે ઘરે ફરી તાવના કેસોનું સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી. સર્વે દરમ્યાન ૧૬ લોહીના નમુના લેવામાં આવ્યા છે. કુલ ૨૬૯૪ ઘરોની મુલાકાત લઇ તેમાં પોરાનાશક કામગીરી હાથ ધરતાં ૧૧૩ જગ્યાએ પોરા મળતા તેનો નાશ કરેલ છે. તથા રોગચાળો ન ફેલાય તે માટે પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચનાને પગલે ગાંધીનગર ખાતેથી ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાસકાંઠા અને પાટણ ખાતે રવાના કરાઇ છે.

Gallery Ads