

ભગવાન શામળીયાની ભૂમિ કુદરતી સૌદર્યથી ખીલી ઉઠી છે. અરવલ્લીની ગિરીમાળાઓ ઉપર વાદળોની ચાદર પથરાયેલી જોવા મળે છે

શામળાજીમાં પ્રવેશતા જ હાઇવે પરથી જ તમને પર્વતો પર વાદળો છવાયેલા જોવા મળે છે અને તે જોઇને કોઇ પણ રોમાંચીત થઇ શકે છે

અરવલ્લીની ગિરિમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે. કુદરતી સૌંદર્ય ચારેબાજુ પથરાયેલુ જોવા મળે છે. વરસાદી વાતાવરણમાં ભવ્ય નજારો જોવા મળે છે

શામળાજીની મેશ્વો નદી પણ બે કાંઠે વહી રહી છે અને વરસાદી વાતાવરણ વચ્ચે ક્યારેક ભારે વરસાદ પડે છે તો ક્યારેક ધીમી ધારે વરસાદ વરસતો હોવાથી વાતાવરણ ખુશનુમા બન્યું છે

અરવલ્લીની ગિરીમાળા જાણે કે વાદળો સાથે વાત કરતી હોય તેવા દ્રષ્યો જોવા મળે છે. તસવીરો જોઇને કોઇ પણ વ્યક્તિને આ કુદરતી સૌંદર્ય માણવાનું મન થાય તે સ્વાભાવીક છે

શામળીયા ભગવાનની આસપાસ ચારેબાજુ શામળીયાએ કુદરતી સૌંદર્ય છુટા હાથે વેર્યું છે. ખુશનુમા વાતાવરણ વચ્ચે નયનરમ્ય નજારો જોવા મળે છે