Surat News : ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી ભયજનક સપાટીએ, રાંદેરમાં મંદિર અને માંગરોળમાં ઘરો પાણીમાં ગરકાવ

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા એક મંદિરમાં પાણી ભરાઈ જવાથી શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેને કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, તાપી નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે ડાક્કા અને નીવડી ઓવારા પાણીમાં ડૂબી ગયા છે.

સુરતમાં મેઘરાજા મહેરબાન

1/6Surat Heavy Rain

તાજેતરના ભારે વરસાદ અને ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાને કારણે સુરત અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા એક મંદિરમાં પાણી ભરાઈ જવાથી શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેને કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, તાપી નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે ડાક્કા અને નીવડી ઓવારા પાણીમાં ડૂબી ગયા છે. સુરતના માંગરોળ તાલુકામાં પણ કીમ નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેમાં વેલાછાના લગભગ 35 જેટલા ફાર્મહાઉસમાં પાણી ઘૂસી ગયા છે. આ પરિસ્થિતિને જોતા, તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે.



2/6Surat Heavy Rain

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા મંદિરમાં વરસાદના કારણે પાણી ભરાતા શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ભક્તોમાં આ ઘટનાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે.

3/6Surat Heavy Rain

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે. ડ્રોન વીડિયોમાં ડાક્કા અને નીવડી ઓવારા પાણીમાં ગરકાવ થયેલા જોવા મળે છે.

4/6Surat Heavy Rain

સુરતના માંગરોળ તાલુકામાં કીમ નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે. વેલાછા ગામના 35થી વધુ ફાર્મ હાઉસમાં પાણી ઘૂસી ગયા છે.

5/6Surat Heavy Rain

તંત્ર દ્વારા લોકોને તાપી નદીના કિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

6/6Surat Heavy Rain

ગુજરાતમાં ભારે વરસાદ અને નદીઓના જળસ્તરમાં વધારો થવાને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે.

Gallery Ads