
બ્રિટિશ મ્યૂઝિયમમાં પિંક બોય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ખાસ થીમ રાખવામાં આવી હતી, જેમાં ભારતીય કોટ્યોર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં નીતા મુકેશ અંબાણી ખૂબ સુંદર અને એલીગેન્ટ આઉટફિટમાં પહોંચી હતી. તેમણે ભારતીય શિલ્પકૌશલ્યને વિદેશી મંચ પર રજૂ કર્યું. તેમની પુત્રી ઈશા અંબાણી પણ પાછળ રહી નહીં અને પોતાના સ્ટાયલિશ અંદાજમાં આખી મહેફિલમાં ચાર ચાંદ લગાવી દીધા. માતા-પુત્રીની આ જોડીએ આખા ઇવેન્ટમાં લોકોનું ધ્યાન ખેંચી લીધું.