કેનેડામાં અભ્યાસ, વર્ક પરમિટ અને પીઆર માટે કરી હોય અરજી તો જાણી લો IRCCની આ અપડેટ્સ

કેનેડા જવા ઇચ્છુક લોકો માટે આ માહિતી ખૂબ અગત્યની છે. તમે કેનેડામાં અભ્યાસ કરવા અથવા વર્ક પરમિટ માટે અરજી કરી રહ્યા છો, અથવા કાયમી રહેઠાણ માટે અરજી કરી છે, તો IRCC અપડેટ્સ ખૂબ જ ઉપયોગી છે.

કેનેડાની ઇમિગ્રેશન સિસ્ટમમાં ફેરફાર

1/6NRI canada visa study work permit and pr

કામ અથવા શૈક્ષણિક અભ્યાસ માટે લોકોમાં કેનેડા જવાનો ભારે ક્રેઝ છે. કેનેડામાં અભ્યાસ કરવાનું આયોજન કરી રહ્યા છો, વર્ક પરમિટ માટે અરજી કરી રહ્યા છો, અથવા કાયમી રહેઠાણ માટે અરજી કરી છે, તો IRCC અપડેટ્સ ખૂબ જ ઉપયોગી છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ કેનેડા ( IRCC ) પ્રોસેસિંગ સમય અંગે સમયાંતરે અપડેટસ જારી કરવામાં આવે છે. 1 ઓક્ટોબરથી કેનેડાની ઇમિગ્રેશન સિસ્ટમમાં નવા બદલાવ થઈ રહ્યા છે. ઓકટોબરથી કેનેડામાં અભ્યાસ અને વર્ક પરમિટ તેમજ કાયમી રહેઠાણ (PR) માટેના પ્રોસેસિંગ સમય બદલાઈ ગયા છે.

2/6NRI canada visa study work permit and pr

કેનેડામાં અભ્યાસ કરવાનું આયોજન કરી રહ્યા છો, વર્ક પરમિટ માટે અરજી કરી રહ્યા છો, અથવા કાયમી રહેઠાણ માટે અરજી કરી છે, તો IRCC અપડેટ્સ ખૂબ જ ઉપયોગી છે. જે તમને જણાવશે કે કેનેડામાં વર્ક પરમિટ, અભ્યાસ પરમિટ અને કાયમી રહેઠાણની અરજીઓ પર પ્રક્રિયા કરવામાં કેટલો સમય લાગશે.

3/6NRI canada visa study work permit and pr

કેનેડામાં કાયમી રહેઠાણ એક્સપ્રેસ એન્ટ્રી, પ્રાંતીય નોમિની પ્રોગ્રામ, ક્વિબેક ઇમિગ્રેશન અને એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ હેઠળ ઓફર કરવામાં આવે છે. એક્સપ્રેસ એન્ટ્રી અને એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ કેન્દ્ર સરકારના પીઆર પ્રોગ્રામ છે , જ્યારે પ્રાંતીય નોમિની પ્રોગ્રામ અને ક્વિબેક ઇમિગ્રેશન રાજ્ય સંચાલિત કાર્યક્રમો છે.

4/6NRI canada visa study work permit and pr

કેન્દ્ર સરકારના પીઆર પ્રોગ્રામ એક્સપ્રેસ એન્ટ્રીમાં ત્રણ સ્ટ્રીમનો સમાવેશ થાય છે, કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ, ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ અને ફેડરલ સ્કીલ્ડ ટ્રેડ્સ પ્રોગ્રામ. અરજદાર સંબંધિત પ્રોગ્રામ હેઠળ અરજી કરી શકે છે.

5/6NRI canada visa study work permit and pr

કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ હેઠળ પીઆર માટે અરજી કરનારા કામદારોને છ મહિનાની અંદર કાયમી રહેઠાણ જયારે ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ હેઠળ પીઆર અરજીઓની પ્રક્રિયા કરવામાં પાંચ મહિના લાગી શકે છે. જો કે ફેડરલ સ્કીલ્ડ ટ્રેડ્સ પ્રોગ્રામ હેઠળ પીઆર અંગે કોઈ અપડેટ કરવામાં આવ્યું નથી.

6/6NRI canada visa study work permit and pr

IRCC ઇમિગ્રેશન અપડેટ્સ મુજબ ભારતીય કામદારોને અરજી કર્યાના આઠ અઠવાડિયામાં તેમની વર્ક પરમિટ મળી જશે. સપ્ટેમ્બરથી આમાં કોઈ ફેરફાર થયો નથી. અભ્યાસ પરમિટ માટે અરજી કરતા ભારતીય વિદ્યાર્થીઓએ વર્ક પરમિટ મેળવવા માટે ચાર અઠવાડિયા રાહ જોવી પડશે. આમાં કોઈ ફેરફાર થયો નથી.

Gallery Ads