ઓફિસ છે કે 7-સ્ટાર હોટેલ? ગૂગલની ન્યૂયોર્ક ઓફિસનો અદભુત વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર ગૂગલ (Google) ની ન્યૂયોર્ક ઓફિસનો એક શાનદાર ટૂર વીડિયો વાયરલ થયો છે. મસાજ રૂમ, સ્લીપિંગ પોડ્સ અને ફ્રી ફૂડ જેવી લક્ઝુરિયસ સુવિધાઓ જોઈને લોકો તેને પોતાની ડ્રીમ જોબ ગણાવી રહ્યા છે. વાંચો વિગતવાર અહેવાલ.

ગૂગલની ન્યૂયોર્ક ઓફિસનો આલીશાન નજારો

1/7Google Office

ગૂગલની ન્યૂયોર્ક ઓફિસ પોતાની અદભુત અને લક્ઝુરિયસ સુવિધાઓ જેમ કે સ્લીપિંગ પોડ્સ, મસાજ રૂમ અને પ્રીમિયમ કેફેટેરિયા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ઓફિસમાં કર્મચારીઓની સુવિધા અને ક્રિએટિવિટી વધારવા માટે પ્રકૃતિથી પ્રેરિત ગ્રીન ઈન્ટિરિયર અને અદ્યતન મીટિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યા છે.

2/7Google Office

સોશિયલ મીડિયા પર અવારનવાર ઓફિસ કલ્ચર અને કામના કલાકોને લઈને ચર્ચાઓ થતી રહે છે. ઘણી વખત લોકો ઓફિસના તણાવ અને ખરાબ વાતાવરણની ફરિયાદ કરતા જોવા મળે છે. પરંતુ જો ઓફિસ કોઈ ફાઈવ સ્ટાર કે સેવન સ્ટાર હોટેલ જેવી આલીશાન હોય, તો ત્યાં કોને કામ કરવાનું મન ન થાય? હાલમાં સોશિયલ મીડિયા પર દિગ્ગજ ટેક કંપની ગૂગલ (Google) ની ન્યૂયોર્ક ઓફિસનો એક અદભુત વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઓફિસની લક્ઝુરિયસ સુવિધાઓ અને સુંદરતા જોઈને નેટીઝન્સ દંગ રહી ગયા છે અને તેને લોકો પોતાનું 'ડ્રીમ વર્કપ્લેસ' (સ્વપ્ન જેવી ઓફિસ) ગણાવી રહ્યા છે.

3/7Google Office

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર 'ટેક બાય અહમદ' (Tech by Ahmed) નામના એક કન્ટેન્ટ ક્રિએટર દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તે ગૂગલની ન્યૂયોર્ક ઓફિસની અંદરની ભવ્ય સજાવટ અને કર્મચારીઓને મળતી હાઈ-ક્લાસ સુવિધાઓ બતાવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ છવાઈ ગયો છે અને અત્યાર સુધીમાં તેને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.

4/7Google Office

આ આલીશાન ઓફિસમાં ગૂગલના કર્મચારીઓ માટે જે સુવિધાઓ ઉપલબ્ધ છે, તેની સામાન્ય ઓફિસમાં કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઓફિસમાં કર્મચારીઓ માટે કસ્ટમાઈઝ્ડ ઈયરમાં સેટિંગ્સ, મસાજ રૂમ અને આરામ કરવા માટે ખાસ સ્લીપિંગ પોડ્સ (Sleeping Pods) બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઓફિસમાં સ્કૂટર્સ પણ રાખવામાં આવ્યા છે જેથી કર્મચારીઓ મોટી બિલ્ડિંગમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે. ખાવા-પીવાના શોખીનો માટે અહીં પ્રીમિયમ કેફેટેરિયા છે, જ્યાં કોફી, મફત અદભુત ભોજન અને ખાસ મોકટેલ બારની સુવિધા પણ આપવામાં આવી છે.

5/7Google Office

ગૂગલની આ ઓફિસનો નજારો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ ક્રેઝી થઈ ગયા છે. વીડિયો પર લોકો અલગ-અલગ પ્રકારની રસપ્રદ કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "જો આવી ઓફિસ હોય, તો હું રોજ ઓવરટાઇમ કરવા પણ તૈયાર છું અને ક્યારેય રજા નહીં માગું." જ્યારે અન્ય એક યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું, "અહીં કામ મળ્યા પછી તો લોકો ઘરે જવાનું જ ભૂલી જશે." આ વીડિયોએ સાબિત કરી દીધું છે કે શા માટે ગૂગલ વિશ્વભરના યુવાનો માટે કામ કરવા માટેની સૌથી મનપસંદ કંપનીઓમાંથી એક ગણાય છે.

6/7Google Office

ગુગલની ઓફિસો આધુનિક ટેકનોલોજી, આરામદાયક કાર્યસ્થળ અને આકર્ષક ડિઝાઇન માટે જાણીતી છે.કર્મચારીઓ માટે કેફે, આરામ વિસ્તાર, મીટિંગ રૂમ અને મનોરંજનની સુવિધાઓ હોય છેં

7/7Google Office

ઓફિસમાં કુદરતી પ્રકાશ, હરિયાળી અને સર્જનાત્મક વાતાવરણ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે.આ સુવિધાઓ કર્મચારીઓની ઉત્પાદકતા, નવીનતા અને કામ પ્રત્યેના ઉત્સાહને વધારવામાં મદદ કરે છે.

Gallery Ads