
જોર્ડનની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇથોપિયા પહોંચ્યા હતા. જ્યાં તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.

જોર્ડનની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇથોપિયા પહોંચ્યા હતા. જ્યાં તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.

પ્રધાનમંત્રી મોદી ઇથોપિયાના પ્રધાનમંત્રી અબી અહમદ અલીના આમંત્રણ પર બે દિવસની રાજકીય મુલાકાતે ઇથોપિયા પહોંચ્યા છે. ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ ઇથિઓપિયાની આ પ્રધાનમંત્રી મોદીની પ્રથમ મુલાકાત છે.

પહેલી મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી ઇથિઓપિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરશે. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદી લોકશાહીની જનની તરીકે ભારતની યાત્રા અંગે પોતાના વિચારો રજૂ કરશે

ભારત અને ઇથોપિયા વચ્ચેની ભાગીદારી ગ્લોબલ સાઉથ માટે કેટલી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, તે અંગે પણ પ્રધાનમંત્રી મોદી પોતાના વિચારો વ્યક્ત કરશે.આ દરમિયાન તેઓ ઇથોપિયાના વડાપ્રધાન અબી અહમદ અલી સાથે ચર્ચા કરશે. ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરશે.

ઇથોપિયાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની યાત્રા ત્રીજા તબક્કામાં ઓમાન જશે. ઇથોપિયા પહેલા વડાપ્રધાન મોદી કિંગ અબદુલ્લા દ્વિતીયના આમંત્રણ પર જોર્ડનની રાજધાની અમ્મના પહોંચ્યા હતા.