
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે સોમનાથમાં આયોજિત શૌર્ય યાત્રામાં સામેલ થયા. અહિયા ઔપચારિક શોભા યાત્રા સોમનાથ મંદિરની રક્ષા કરતા પોતાના પ્રાણોની આહુતિ આપનારા અગણિત વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરનારા ઉદ્દેશ્ય સાથે નીકાળવામાં આવી છે.

શૌર્ય યાત્રામાં 108 ઘોડાઓની સાથે એક પ્રતીકાત્મક યાત્રા નીકાળવામાં આવી. જે શૌર્ય, સાહસ અને બલિદાનનો પ્રતીક માનવામાં આવે છે. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

શૌર્ય યાત્રામાં 108 ઘોડાઓ સામેલ થયા છે. પીએમ મોદીની આ યાત્રામાં બે હાથે ડમરૂં વગાડીને ભક્તિના આ પાવન પર્વને વધુ ભક્તિમય બનાવ્યુ.

આ યાત્રામાં વડાપ્રધાન મોદીની સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા.

108 અશ્વો સાથે નીકળેલી શોભાયાત્રામાં ચારેતરફ હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ ગૂંજી ઉઠ્યું.

શૌર્ય યાત્રામાં સાંસ્કૃતિક ઝાંખીઓ પણ આર્કષણનું મુખ્ય કેન્દ્ર રહી, સાથે સાથે પોલીસ કર્મીઓ પણ ભગવા કપડાંમા યાત્રામાં જોડાયા હતા.