
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં થયેલા ફેરબદલ વર્ષ 2027માં યોજાનાર ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યા છે. દાદાની સરકારનું આ ત્રીજું મંત્રીમંડળ છે.

રિવાબા જાડેજાએ ક્ષત્રિય પરંપરા જાળવી રાખી છે. માથે ઘૂંઘટ ઓઢીને રિવાબાએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે.

રિવાબા જાડેજાનો મત વિસ્તાર જામનગર ઉત્તર બેઠક છે. તેઓ ક્ષત્રિય જ્ઞાતિના છે. અને મિકેનિકલ એન્જિનિયર તરીકેનો અભ્યાસ કર્યો છે.

પી.સી.બરંડા પૂનમચંદ છનાભાઇ બરંડાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. તેઓ ભિલોડા બેઠકથી ધારાસભ્ય હતા. તેઓએ BA BPED સુધીનો અભ્યાસ કર્યો છે.

રિવાબા જાડેજા, પી.સી.બરંડા અને સ્વરૂપજી ઠાકોરે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે.

સ્વરૂપજી ઠાકોર વાવ બેઠકના ધારાસભ્ય છે. તેઓ ઠાકોર જ્ઞાતિના છે. અને ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે.