Ahmedabad Rathyatra : જગન્નાથ મંદિરમાં દિવાળી જેવો માહોલ, રથયાત્રાની ભવ્ય ઉજવણી,Photo

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની ભવ્ય ઉજણી થઈ રહી છે. આજે રથયાત્રાને લઇ ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનને વિશેષ સોનાનો શણગાર કરાયો, સોનાના આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કરવામાં આવ્યો. રથયાત્રાની ઉજવણી નિમિત્તે આજે ભંડારામાં ભક્તોને કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ અપાય છે. રથયાત્રામાં ભાગ લેવા દૂરદૂરથી ભકતો અને સંતો આવતા હોય છે. રથયાત્રામાં ભાગ લેનાર કોઈપણ ભૂખ્યુ ના જાય તેવા ઉદેશ્ય સાથે મંદિર દ્વારા વર્ષો પહેલા આ ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ વર્ષે પણ અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રુટ પર નીકળશે. રથયાત્રામાં 10 ટ્રક, 30 અખાડા અને 18 ભજન મંડળી ભાગ લેશે. લોકોની સુરક્ષા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ 45 ડ્રોનથી નજર રાખશે. 

[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા

1/9

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની ભવ્ય ઉજણી થઈ રહી છે. આજે રથયાત્રાને લઇ ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનને વિશેષ સોનાનો શણગાર કરાયો, સોનાના આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કરવામાં આવ્યો. રથયાત્રાની ઉજવણી નિમિત્તે આજે ભંડારામાં ભક્તોને કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ અપાય છે. રથયાત્રામાં ભાગ લેવા દૂરદૂરથી ભકતો અને સંતો આવતા હોય છે. રથયાત્રામાં ભાગ લેનાર કોઈપણ ભૂખ્યુ ના જાય તેવા ઉદેશ્ય સાથે મંદિર દ્વારા વર્ષો પહેલા આ ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ વર્ષે પણ અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રુટ પર નીકળશે. રથયાત્રામાં 10 ટ્રક, 30 અખાડા અને 18 ભજન મંડળી ભાગ લેશે. લોકોની સુરક્ષા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ 45 ડ્રોનથી નજર રાખશે. 

2/9

અમદાવાદમાં જમાલપુર ખાતે ભગવાન જગન્નાથ મંદિરમાં આજે દિવાળી જેવો માહોલ છે. મંદિરને લાઈટિંગ કરી રોશની શણગારવામાં આવ્યું છે. મંદિરના પ્રાંગણમાં વહેલી સવારથી ભક્તો ભગવાન જગન્નાથના વધામણાં કરવા આતુર બન્યા છે.

3/9

ભગવાનના જગન્નાથની 148મી રથયાત્રાની ઉજવણીમાં ભક્તોની ભીડ જોવા મળી. જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરમાં આજે ભક્તો જગન્નાથના દર્શન કરવા પહોંચી ગયા છે. આજે જગન્નાથ નગરચર્યાે નીકળશે.

4/9

વાજતે-ગાજતે નીકળશે ભગવાનની રથયાત્રા નીકળશે જેમાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા રથયાત્રામાં જોડાશે અને અખાડાઓ પોતાના અલગ-અલગ કરતબ રજૂ કરશે.

5/9

રથયાત્રાની ભવ્ય ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારે મંગળા આરતી અને ભગવાનને ખીચડીનો ભોગ ચઢાવ્યા બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલ ભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન કરાયા.

6/9

ભગવાન જગન્નાથ મંદિરના પ્રાંગણમાં વહેલી સવારથી ભક્તો ભગવાન જગન્નાથના વધામણાં કરવા આતુર બન્યા છે. સવારે ગૃહમંત્રી અમિતશાહે પૂજન કર્યા બાદ ભગવાન રથમાં થયા બિરાજમાન.

7/9

ભગવાન જગન્નાથ મંદિર આજે ભક્તિના રંગ રગાયું છે. મંદિરમાં સવારે મંગળા આરતીનું પૂજન કર્યા બાદ ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા.

8/9

અમદાવાદમામં જમાલપુર ખાતે ભગવાન જગન્નાથ મંદિરમાં આજે દિવાળી જેવો માહોલ છે. મંદિરને લાઈટિંગ કરી રોશની શણગારવામાં આવ્યું છે. મંદિરના પ્રાંગણમાં વહેલી સવારથી ભક્તો ભગવાન જગન્નાથના વધામણાં કરવા આતુર બન્યા છે.

9/9

જમાલપુરમાં નીજ મંદિરમાં ભક્તિમય વાતાવરણ બન્યું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરવામાં આવશે. પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલ રથનું પ્રસ્થાન કરાવશે.

Gallery Ads