Ahmedabadમાં જગન્નાથ મંદિરમાં ભક્તિમય માહોલ, જળયાત્રાના જુઓ ખાસ ફોટો

અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં આજે ભક્તિમય માહોલ બન્યો છે. જગન્નાથ મંદિર ભક્તિના રંગે રગાયું. અષાઢી બીજના રોજ દરવર્ષે ગુજરાત સહિત ભારતભરમાં રથયાત્રાનું આયોજન થતું હોય છે. જ્યારે આજે અમદાવાદમાં રથયાપા પૂર્વે જળયાત્રાની શોભાયાત્રા યોજવામાં આવી.


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

ઘોડા અને બેન્ડવાજા સાથે જળયાત્રા

1/7જગન્નાથ જળયાત્રા

અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં આજે ભક્તિમય માહોલ બન્યો છે. જગન્નાથ મંદિર ભક્તિના રંગે રગાયું. અષાઢી બીજના રોજ દરવર્ષે ગુજરાત સહિત ભારતભરમાં રથયાત્રાનું આયોજન થતું હોય છે. જ્યારે આજે અમદાવાદમાં રથયાપા પૂર્વે જળયાત્રાની શોભાયાત્રા યોજવામાં આવી.

2/7અમદાવાદ જગન્નાથ જળયાત્રા

આજે જળયાત્રાની શોભાયાત્રામાં 108 કળશમાં સાબરમતીનદીનું જળ મંદિરમાં લાવવામાં આવશે. સાબરમતી નદીનું જળ લાવી ભગવાન પર અભિષેક કરાશે.

3/7અમદાવાદ જગન્નાથ જળયાત્રા

જળયાત્રામાં ભગવાનને પવિત્ર નદીના જળથી સ્નાન કરાવવામાં આવે છે. હાથી, ઘોડા અને બેન્ડવાજા સાથે જળયાત્રાની શરૂઆત થઈ અને બપોર બાદ ભગવાન મોસાળ સરસપુરમાં લઈ જવાશે. અને 15 દિવસ ભગવાન જગન્નાથ પોતાના મોસાળમાં રોકાશે.

4/7અમદાવાદ જગન્નાથ જળયાત્રા

જળયાત્રાની ઢોલ નગારાના તાલે ભાવિક ભક્તોએ શોભાયાત્રામાં આનંદ ઉલ્લાસથી ભાગ લેતા વાતાવરણ ભક્તિમય બન્યું. શોભાયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડયું.

5/7અમદાવાદ જગન્નાથ જળયાત્રા

રથયાત્રા પહેલા યોજાઈ રહેલ જળયાત્રામાં સંતો અને મહંતોની પધરામણી થઈ ગઈ છે. સાબરમતી નદીના ભુદરના આરે મહંત દ્વારા ખાસ પૂજન કરવામાં આવ્યું. આ ખાસ અવસર પર રાજકીય નેતા પણ જોડાયા. આ યાત્રામાં ભાજપ નેતા નીતિન પટેલે હાજરી આપી.

6/7અમદાવાદ જગન્નાથ જળયાત્રા

જળયાત્રા નિમિત્તે મંદિરમાં આજે જગન્નાથ મંદિરમાં ભંડારાનું આયોજન કરાયું છે. આ ભંડારામાં ભક્તોને વિશેષ પ્રસાદ આપવામાં આવ્યો. ભંડારામાં કાળી રોટી અને ધોળી દાળના પ્રસાદનો ભક્તો સહિત સંતો અને મહંતો લહાવો લેતા હોય છે.

7/7અમદાવાદ જગન્નાથ જળયાત્રા

જળયાત્રા નિમિત્તે આજે જગન્નાથ મંદિરમાં સાધુ-સંતો અને મહંતોએ હાજરી આપી. આ શુભ અવસર પર સંતોના આગમનથી મંદિરમાં ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું.

Gallery Ads