આ વર્ષે રથયાત્રા 27 જૂન 2025એ છે. દેશ-વિદેશથી લાખો ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરવા પહોંચે છે અને ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન કરે છે, અને આર્શીવાદ લે છે.

આ વર્ષે રથયાત્રા 27 જૂન 2025એ છે. દેશ-વિદેશથી લાખો ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરવા પહોંચે છે અને ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન કરે છે, અને આર્શીવાદ લે છે.

જગન્નાથ રથયાત્રાનું ખુબજ ધાર્મિક મહત્ત્વ રહેલુ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર રથયાત્રામાં જોડાવાથી ભક્તોના ભવોભવના પાપ નાશ પામે છે. તેમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશિષ પ્રાપ્ત થાય છે.

આ યાત્રા સમાનતાનું પ્રતિક છે, જેમાં દરેક વર્ગના લોકોને એકસરખો ભાવ મળે છે.

રણછોડ રાયનું સરસપુર મોસાળ છે. અહીં તેમને છપ્પન ભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો.

ભગવાન જગન્નાથનું મંદિર ફુલોથી શણગારવામાં આવ્યું હતું અને તેમજ સરસ લાઈટો પણ લગાવવામાં આવી હતી.

ભગવાન જગન્નાથજીને લાડું, ફળો,પેંડા અને અનેક મીઠાઈઓનો અન્નકુટ ચઢાવવામાં આવ્યો. ભગવાન જગન્નાથજીને ફરસાણમાં પુરી, શક્કરપારા, ફુલવડી, ગાંઠિયાનો પણ પ્રસાદ ચઢાવવામાં આવ્યો છે.