પ્રજાસત્તાક દિવસે રિલીઝ થઈ અને ઇતિહાસ રચ્યો! box office હલાવી દેનારી 7 ફિલ્મો, હવે OTT પર જુઓ

26 જાન્યુઆરી એટલે માત્ર પરેડ અને દેશભક્તિના ગીતો જ નહીં, પરંતુ બોક્સ ઓફિસ માટે પણ એક ખાસ દિવસ. વર્ષો દરમ્યાન ઘણી એવી ફિલ્મો રિલીઝ થઈ છે જેમણે પ્રજાસત્તાક દિવસે ઇતિહાસ રચ્યો અને કમાણીના નવા રેકોર્ડ સ્થાપ્યા.

પ્રજાસત્તાક દિવસે રિલીઝ થઈ

1/8web Movie

26 જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ—દેશભક્તિ, ગૌરવ અને ઉત્સાહનો દિવસ. આ ખાસ અવસર પર રિલીઝ થયેલી ઘણી ફિલ્મોએ સિનેમાઘરોમાં દર્શકોનો પૂર લાવી દીધો છે. ઇતિહાસ સાક્ષી છે કે Republic Day પર આવેલી આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી નાખ્યા છે.


2/8rang de basanti chola

આમિર ખાન અભિનીત “રંગ દે બસંતી” 26 જાન્યુઆરી 2006ના રોજ રિલીઝ થઈ હતી. દેશભક્તિ અને યુવાનોની લાગણીને રજૂ કરતી આ ફિલ્મે વિશ્વભરમાં ₹97.90 કરોડની કમાણી કરી હતી. આજે પણ આ ફિલ્મ Netflix પર લોકપ્રિય છે.

3/8raees

શાહરૂખ ખાનની ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ “રઈસ” 25 જાન્યુઆરી 2017ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મે ભારતમાં ₹191 કરોડ અને વિશ્વભરમાં ₹300 કરોડની આસપાસ કમાણી કરી હતી. આ ફિલ્મ તમે હવે Netflix પર જોઈ શકો છો.

4/8pathan

આ યાદીમાં સૌથી મોટી ફિલ્મ તરીકે શાહરૂખ ખાનની “પઠાણ” સામેલ છે. 23 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે ₹1000 કરોડથી વધુ કમાણી કરીને બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો. તમે આ બ્લોકબસ્ટર ફિલ્મ Amazon Prime Video પર જોઈ શકો છો.

5/8padmavat

વિવાદ છતાં, સંજય લીલા ભણસાળી દિગ્દર્શિત “પદ્માવત” 25 જાન્યુઆરી ૨૦૧૮ના રોજ રિલીઝ થઈ અને ₹585 કરોડની ઐતિહાસિક કમાણી કરી. શાહિદ કપૂર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની આ ફિલ્મ હવે Amazon Prime Video પર ઉપલબ્ધ છે.

6/8kabil

ઋતિક રોશન અને યામી ગૌતમ અભિનીત “કાબિલ” 25 જાન્યુઆરી 2017ના રોજ રિલીઝ થઈ હતી. દ્રષ્ટિહીન વ્યક્તિની બદલા લેવાની કહાની દર્શકોને ખૂબ પસંદ આવી. ફિલ્મે ₹106 થી ₹120 કરોડ સુધીનો બિઝનેસ કર્યો અને હાલમાં તે ZEE5 પર જોઈ શકાય છે.

7/8bandit queen

1996માં રિલીઝ થયેલી શેખર કપૂરની ક્લાસિક ફિલ્મ “બેન્ડિટ ક્વીન” પણ પ્રજાસત્તાક દિવસે આવી હતી. ડાકુ ફૂલન દેવીના જીવન પર આધારિત આ ફિલ્મે તે સમય માટે મોટી કમાણી કરી હતી અને ₹20.67 કરોડનો આંકડો પાર કર્યો હતો. આજે આ ફિલ્મ Amazon Prime Video પર ઉપલબ્ધ છે.

8/8akshya kumar

અક્ષય કુમારની એક્શન-થ્રિલર ફિલ્મ “બેબી” 23 જાન્યુઆરી 2015ના રોજ રિલીઝ થઈ હતી. આતંકવાદ સામેની મજબૂત કહાનીને કારણે ફિલ્મને ખૂબ પ્રશંસા મળી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ ₹142.98 કરોડની કમાણી કરી હતી. આજે આ ફિલ્મ Disney+ Hotstar પર ઉપલબ્ધ છે.

Gallery Ads