શિલ્પા શેટ્ટી બોલીવુડની એકદમ ફિટ અને સુંદર અભિનેત્રીમાંથી એક છે તેણીનો લુક સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થવા લાગે છે.

શિલ્પા શેટ્ટી બોલીવુડની એકદમ ફિટ અને સુંદર અભિનેત્રીમાંથી એક છે તેણીનો લુક સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થવા લાગે છે.

અભિનેત્રીએ હાલ ગ્રીન સાડીમાં પોતાની સુંદરતાનો જલવો બતાવ્યો છે. શિલ્પા શેટ્ટીએ દેશી અંદાજ સાથે વેસ્ટન બ્લાઉટ પહેરીને બોલ્ડ અંદાજ બતાવ્યો છે. અભિનેત્રીએ ખુલ્લા હેર, ગ્લોસી મેકઅપ, હાથમાં હિરાઓથી જડેલુ બ્રેસલેટ અને કિલર અદાઓ બતાવી છે.

શિલ્પા શેટ્ટી હાલમાં તેની ફિલ્મ 'કેડી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અભિનેત્રીનો ગ્લેમરસ લુક દરરોજ અલગ અલગ સાડીઓમાં જોવા મળે છે. ત્યારે ગ્રીન સાડીનો લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેને ફેન્સ પસંદ કરી રહ્યા છે અને જોરદાર કમેન્ટ કરતા મળી રહ્યા છે.

શ્રાવણના પહેલા દિવસે શિલ્પાએ ગ્રીન સાડીમાં પોતાની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. જેમાં તે ફિગર ફ્લોન્ટ કરીને કિલર પોઝ આપતી જોવા મળી રહી છે અભિનેત્રીના આ લુક પર ફેન્સ પણ ફિદા થયા છે.

શિલ્પાએ આ સાડી સાથે ડિઝાઇનર બેકલેસ બ્લાઉઝ પહેર્યો છે. તેના પર સ્ટોન વર્ક કરવામાં આવ્યું છે. અભિનેત્રીની સાડીની કિનારી પર મોતી લગાવવામાં આવ્યા છે તે તેની સાડીની સુંદરતામાં વધારો કરી રહ્યા છે.

તમે પણ શિલ્પાની જેમ સાડી સ્ટાઇલ કરશો તો ચોક્કસ તમારા પતિ તમારી નજર હટાવી શકશે નહીં. ફેન્સ આ તસવીરો પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે કે, બ્યુટીફુલ, સો બ્યુટીફુલ, હોટ વગેરે....