
બોલીવુડમાં અનેક સુપરહિટ ફિલ્મો આપનાર શિલ્પા શેટ્ટી એક લોકપ્રિય અભિનેત્રી છે. ગણેશ વિસર્જનનો તહેવાર હોય કે, રિયાલિટી શો અને રાજ કુન્દ્રા સાથેના તેના સંબંધોને લઈને હંમેશા આ અભિનેત્રી સોશિયલ મીડિયામાં ચર્ચામાં જોવા મળે છે. શિલ્પા શેટ્ટીએ શાહરૂખખાનની ફિલ્મ બાઝીગરથી બોલીવુડમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ અનેક ફિલ્મોમાં અભિનય કરી દર્શકોમાં નિશ્ચિત સ્થાન બનાવ્યું છે. હાલમાં જ ફરાહખાનનના કુકિંગ શોમાં શિલ્પા શેટ્ટીના ઘરની સુંદર તસવીરો સામે આવી છે.

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા બોલીવુડના ફેમસ કપલ છે, બંને પાસે કરોડોની મિલકત છે, તેઓ જ્યાં રહે છે તે આલીશાન બંગલાનું નામ 'કુંદ્રા' છે.

રાજ કુન્દ્રાએ એક ઉદ્યોગપતિ છે, અને તેમને પહેલી નજરમાં જ શિલ્પા શેટ્ટી સાથે પ્રેમ થઈ ગયો હતો, આ ફેમસ કપલ આલિશાન ઘર નહીં પરંતુ મહેલમાં વૈભવી જીવન જીવે છે.

શિલ્પા શેટ્ટી તેની ફિટનેસને લઈને પણ વધુ પ્રચલિત છે, અભિનેત્રીને વિવિધ સ્થાપત્યો અને આર્કિટેચર પ્રત્યે ખાસ લગાવ છે, પોતાના ઘરમાં પણ તે આવા સ્કલ્પચર શો પીસમાં મૂકે છે

અભિનેત્રી ઘર કોઈ બંગલો નહીં પરંતુ રાજા મહારાજાના મહેલ જેવું છે, આ ઘરને રોશની અને જુદા-જુદા પેઇન્ટીંગ્સથી ડેકોરેશન કર્યું છે

આલિશાન ઘરના દરવાજા પર બે ચાંદીના હાથી મૂકવામાં આવ્યા છે. અભિનેત્રીના ઘરની તસવીર જોઈને લોકોને ઉદયપુર મહેલ જરૂર યાદ આવ્યો હશે

ઘરે આવનાર મહેમાનો માટે સફેદ સોફા અને ભોજન માટે ડાઈનિંગ ટેબલની અલગથી વ્યવસ્થા છે, શિલ્પા શેટ્ટી લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ છે, પોતાની મહેનત થકી આજે આ સુંદર ઘર બનાવ્યું.