Shubhanshu shukla: લખનૌ પહોંચ્યા શુભાંશુ શુક્લા, પરિવાર સહિત CM યોગી સાથે કરી મુલાકાત, જુઓ તસવીર

અંતરિક્ષની 18 દિવસ યાત્રા કરીને ભારત પરત ફરેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ આજે યુપી પહોંચ્યા હતા. લખનૌમાં તેમણે રોડ શો યોજીને લોકોનુ અભિવાદન ઝીલ્યું હતુ. ત્યારબાદ તેઓ સીએમ યોગી આદિત્યનાથને પણ મળવા પહોંચ્યા હતા. 


[[$ad]]
[[$googlead]]


[[$alsoread]]

  • Follow us on:

વેલકમ બેક શુભાંશુ

1/6shubhasnshiu

અંતરિક્ષની 18 દિવસ યાત્રા કરીને ભારત પરત ફરેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ આજે યુપી પહોંચ્યા હતા. લખનૌમાં તેમણે રોડ શો યોજીને લોકોનુ અભિવાદન ઝીલ્યું હતુ. ત્યારબાદ તેઓ સીએમ યોગી આદિત્યનાથને પણ મળવા પહોંચ્યા હતા. 


2/6shubhashu sukla

ઉત્તર પ્રદેશના લખનૌ આવેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. લખનૌના રહેવાસી શુભાંશુ તેમની પત્ની સાથે 25 ઓગસ્ટ 2025 ના રોજ લખનૌ પહોંચ્યા.

3/6shubhashu sukla

અહીં રોડ શોમાં ભાગ લીધા બાદ તેઓ જ્યાં ભણ્યા હતા તે શાળામાં ગયા. આ પછી તેઓ સીએમ યોગીને મળ્યા. મુખ્યમંત્રી કાર્યાલયે શુભાંશુ અને સીએમની મુલાકાત વિશે માહિતી આપી.

4/6shubhashu sukla

સીએમઓએ સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું - દેશના પુત્ર, અવકાશયાત્રી અને ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ ઐતિહાસિક #Axiom4 મિશનના સફળ ઓપરેશન અને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી સુરક્ષિત વાપસી બાદ આજે લખનૌમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૌજન્ય મુલાકાત લીધી.

5/6shubhashu sukla

પોસ્ટમાં લખ્યું કે ભારતના ગૌરવ, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું તેમના ગૃહ જિલ્લા લખનૌમાં આગમન પર સ્વાગત છે, જેમણે ઐતિહાસિક #AxiomMission4 ને સફળતાના શિખર પર પહોંચાડ્યું. ભારતની પ્રતિભા, મહેનત અને આત્મવિશ્વાસનું પ્રતીક, તમારી અસાધારણ સિદ્ધિ નવી પેઢીને વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપે છે. તમારા સુવર્ણ ભવિષ્ય અને નવીન અભિયાનો માટે અનંત શુભેચ્છાઓ!

6/6shubhashu sukla

ઉલ્લેખનીય છે કે શુભાંશુ શુક્લાએ 18 દિવસ અંતરિક્ષ રહીને ભારત પહેલીવાર આવ્યા છે. તેઓ લખનૌ પહેલા દિલ્હી પહોંચ્યા હતા જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી સહિત અન્ય દિગ્ગજો સાથે મુલાકાત કરી હતી. શુભાંશુ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.

Gallery Ads