Kylian Mbappeની 100મી મેચમાં 5 મોટી સિદ્ધિ

ફ્રાન્સના સ્ટાર ફૂટબોલર કાયલિયન એમબાપ્પેએ ઇરાક સામે બે ગોલ કરીને તેમની ટીમને 3-0થી શાનદાર જીત અપાવી અને ફિફા વર્લ્ડ કપ 2026 ના નોકઆઉટ તબક્કામાં લઈ ગયા.ત્યારબાદ વરસાદ અને વાવાઝોડાને કારણે હાફટાઇમ બ્રેક બે કલાકથી વધુ સમય સુધી લંબાયો હતો.

Kylian Mbappe

1/7Kylian Mbappe

27 વર્ષીય મ્બાપ્પે વર્લ્ડ કપમાં પોતાના ત્રીજા જ પ્રદર્શનમાં 15થી વધુ ગોલ કરી ચૂક્યા છે અને રસપ્રદ વાત એ છે કે, તેમણે પોતાના 100મી આંતરરાષ્ટ્રીય મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. મેચની 14મી મિનિટે મ્બાપ્પેએ બોક્સની બહારથી શાનદાર શોટ મારીને ફ્રાન્સને 1-0ની લીડ અપાવી હતી. ત્યારબાદ વરસાદ અને વાવાઝોડાને કારણે હાફટાઇમ બ્રેક બે કલાકથી વધુ સમય સુધી લંબાયો હતો.

2/7FIFA World Cup 2026

ફ્રાન્સનો સ્ટાર ખેલાડી કિલિયન એમબાપ્પે પોતાના કરિયરની 100મી ઈન્ટરનેશનલ ફુટબોલ મેચ ઈરાક વિરુદ્ધ રમી હતી. પોતાના કરિયરના આ માઈલસ્ટોન મેચમાં એમ્બાપ્પે 1 કે 2 નહી પરંતુ 5 કારનામા કર્યા છે.

3/7Kylian Mbappe

એમબાપ્પેએ પોતાની 100મી મેચ રમી ઈરાક વિરુદ્ધ 2 ગોલ કર્યા હતા. આ સાથે ફીફા વર્લ્ડકપના ઈતિહાસનો પહેલો એવો ખેલાડી બન્યો હતો. જેમણે 6 અલગ અલગ મેચમાં 2 પ્લસ ગોલ કર્યા છે.

4/7FIFA World Cup

એમબાપ્પે આ કારનામું ફીફા વર્લ્ડકપમાં સૌથી વધારે ગોલ કરવા મામલે મિરાસ્લોવ ક્લોઝના 16 ગોલની બરાબરી કરી કર્યું હતુ. આનો મતલબ એ થયો કે, હવે તેની સીધી ટક્કર મેસી સાથે થશે. જેનાથી તે 2 ગોલ આગળ છે. મેસ્સીના 18 ગોલ છે.

5/7France

પોતાની 100મી મેચમાં ગોલ કરનાર ફ્રાન્સના એમબાપ્પે દુનિયાનો માત્ર ત્રીજો ફુટબોલર છે. તેની પહેલા જર્મનીના મિરાસ્લોવ ક્લોઝે આવું કર્યું હતુ. તેમજ ઉરુગવેના સુઆરેજે આ કામ કર્યું હતુ.

6/7Kylian Mbappe 100th international match

પોતાની 100મી મેચમાં કિલિયન એમ્બાપ્પે જિનાદેન જિદાનની બરાબરી કરી હતી. ઝિદાનની જેમ, ફ્રાન્સના કેપ્ટન તરીકે તેના નામે હવે ત્રણ વર્લ્ડ કપ ગોલ છે.

7/7Kylian Mbappe

પોતાની 100મી મેચમાં 2 ગોલ કર્યા બાદ એમ્બાપ્પે ફીફા વર્લ્ડકપ 2026ના ગોલ્ડન બૂટની રેસમાં સામેલ થયો છે. હાલમાં તે મેસ્સીના 4 ગોલ પછી બીજા નંબર પર છે. મેસ્સીના 5 ગોલ છે.

Gallery Ads