ભારત-પાકિસ્તાન ‘ક્રિકેટ યુદ્ધ’નો 74 વર્ષ જૂનો ઈતિહાસ, જાણો ત્રણેય ફોર્મેટમાં પહેલીવાર ક્યારે ટકરાયા હતા

2026ના T20 વર્લ્ડ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ક્રિકેટની લડાઈ આ ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ છે. આ બંને દેશોના ક્રિકેટ મુકાબલાનો ઈતિહાસ 74 વર્ષ જૂનો છે. જાણો ત્રણેય ફોર્મેટમાં પહેલીવાર ક્યારે થઈ હતી ટક્કર?

India vs Pakistan

1/6India vs Pakistan

2026ના T20 વર્લ્ડ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ક્રિકેટની લડાઈ આ ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ છે. આ બંને દેશોના ક્રિકેટ મુકાબલાનો ઈતિહાસ 74 વર્ષ જૂનો છે. જાણો ત્રણેય ફોર્મેટમાં પહેલીવાર ક્યારે થઈ હતી ટક્કર? ચાલો ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ મેચો પર એક નજર કરીએ.


2/6T20 WC

T20 વર્લ્ડ કપ 2026 માં 15 ફેબ્રુઆરીએ શ્રીલંકામાં ભારત-પાકિસ્તાનની ટક્કર થશે. આ ફક્ત એક મેચ નથી, પણ બંને દેશના ક્રિકેટપ્રેમીઓ માટે ઉત્સવ છે. બંને દેશની ટીમો વચ્ચે ક્રિકેટની આ ટક્કરનો ઈતિહાસ 74 વર્ષ જૂનો છે.

3/6T20 World Cup 2026

કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ તમામ ક્રિકેટ મેચ રોમાંચક રહી છે, પણ ખાસ વાત એ છે કે જીતના મામલે ભારત પાકિસ્તાનથી આગળ રહ્યું છે, તેમાં પણ ખાસ વાત એ છે કે જ્યારે બંને ટીમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પહેલીવાર મેદાનમાં ટકરાઈ હતી ત્યારે ત્રણેય વાર ભારતે બાજી મારી છે.

4/6Team India

પહેલી ટેસ્ટ, 16-18 ઓક્ટોબર, 1952: ભાગલાના પાંચ વર્ષ પછી, ભારત અને પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર આમને-સામને હતા. આ પાકિસ્તાનની પહેલી ટેસ્ટ મેચ પણ હતી, જે દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન પર રમાઈ હતી. પહેલા બેટિંગ કરતા ભારતે હેમુ અધિકારીના 81 રનની મદદથી 372 રન બનાવ્યા. જવાબમાં, હનીફ મોહમ્મદના 51 રન છતાં પાકિસ્તાન 150 રનમાં ઓલઆઉટ થઈ ગયું. પ્રથમ ઇનિંગમાં વિનુ માંકડે 52 રન આપીને 8 વિકેટ લીધી. પાકિસ્તાને ફોલોઓન કર્યું, અને માંકડે બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી. પાકિસ્તાન એક ઇનિંગ અને 70 રનથી ટેસ્ટ હારી ગયું.

5/6India vs Pakistan

પહેલી વનડે, 1 ઓક્ટોબર, 1978 : પાકિસ્તાનના ક્વેટામાં રમાયેલી મેચમાં ભારતે 40 ઓવરમાં 7 વિકેટે 170 રન બનાવ્યા. ભારત તરફથી મોહિન્દર અમરનાથે સૌથી વધુ 51 રન બનાવ્યા. જવાબમાં, પાકિસ્તાન 8 વિકેટે 166 રન જ બનાવી શક્યું અને 4 રનથી મેચ હારી ગયું.

6/6PCB

પ્રથમ T20, 14 સપ્ટેમ્બર, 2007: ભારત અને પાકિસ્તાન ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં પ્રથમ વખત 2007 ના ડરબનમાં T20 વર્લ્ડ કપ દરમિયાન ટકરાયા હતા. આ ICC ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં રમાયેલી મેચમાં બંને ટીમો વચ્ચે ટાઇમાં પરિણમી હતી. ભારત અને પાકિસ્તાન બંનેએ 141 રન બનાવ્યા હતા. ટાઇનો નિર્ણય સુપર ઓવરને બદલે બોલ-આઉટ દ્વારા લેવામાં આવ્યો હતો, જેમાં ભારતનો વિજય થયો હતો.

Gallery Ads