
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની અંતિમ મેચની વનડે સિરીઝ 1-1ની બરાબરી પર આવી ગઈ છે અને 19મી જાન્યુઆરીએ રમાનારી અંતિમ વનડે મેચ ફાઈનલ મેચ જેવી બની છે. આ ઇતિહાસ ભારતને અંતિમ મેચમાં બૂસ્ટ કરશે, જે ટીમ અંતિમ વનડે જીતશે તે સિરીઝ પર કબજો કરી લેશે. ત્યારે 14 વર્ષ પહેલા આ મેદાન પર પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું.

ભારત અને ન્યુઝીલેન્ડ બન્નેએ વનડે સિરીઝમાં બરાબરી કરી લીધી છે વડોદરામાં ભારતે જીત હાંસલ કર્યા બાદ 14મી જાન્યુઆરીએ રાજકોટમાં રમાયેલી મેચમાં ન્યુઝીલેન્ડે બાજી મારી લીધી હતી.આમ ત્રણ મેચની વનડે સિરીઝ 1-1ની બરાબરી પર આવી ગઈ છે અને 19મી જાન્યુઆરીએ રમાનારી અંતિમ વનડે મેચ ફાઈનલ મેચ જેવી બની છે. આવામાં રાજકોટમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી,ભારતે ન્યુઝીલેન્ડસામે જીતનો 285 રનનો ટાર્ગેટ મૂક્યો હતો,ન્યુઝીલેન્ડની શરુઆત ભારત કરતા પણ નબળી રહી પરંતુ ડેરેલ મિચેલ અને લિવ યંગની શાનદાર પાર્ટનરશીપે ટીમની જીત સરળ બનાવી દીધી હતી. હવે આગામી મેચ ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે,જે ભારતીય ટીમ માટે ખાસ છે,આ એ મેદાન છે જ્યાં પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું.

આ વાત 14 વર્ષ જૂની છે, જ્યાં ડિસેમ્બર 2011માં વિરેન્દ્ર સેહવાગનું ખુંખાર સ્વરૂપ જોવા મળ્યું હતું.ઓપનિંગમાં ઉતરેલા સેહવાગે શાનદાર બેટિંગ કરીને બેવડી સદી કરી હતી,જ્યાં લાંબા સમય પછી ભારતીય પુરુષ ટીમ વનડે મેચ રમવા માટે ઉતરી રહી છે. અહીં ભારતીય ટીમનો દબદબો રહ્યો છે જેમાં 14 વર્ષ જૂની વનડેમાં સેહવાગે તરખાટ મચાવ્યાના કારણે ભારતે મોટા માર્જિનથી વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ જીતી લીધી હતી,આ પછી સપ્ટેમ્બર 2017માં ભારતે ઓસ્ટ્રેલિયા સામે દમદાર બેટિંગ કરીને મેચ જીતી હતી.

ઈન્દોરના આ મેદાન પર વિરેન્દ્ર સેહવાગે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી 2011ની મેચમાં 219 રન બનાવ્યા છે,149 બોલમાં 25 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી સેહવાગે 146.98ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા, જેમાં આ બેવડી સદી સિવાય ગૌતમ ગંભીર (67) અને સુરેશ રૈના (55)ના બેટથી અડધી સદી આવી હતી, જેની મદદથી ભારતે 50 ઓવરમાં પહેલી બેટિંગ કરીને 5 વિકેટ ગુમાવીને 418 રન બનાવ્યા હતા.

વિરેન્દ્ર સેહવાગનો વનડે ક્રિકેટનો આ શ્રેષ્ઠ સ્કોર છે, આ પછી 2015માં હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં એમએસ ધોની (92) અને અજિંક્ય રહાણે (51)એ અડધી સદી કરીને ઓસ્ટ્રેલિયા સામે 248 રનનો ટાર્ગેટ મૂક્યો હતો, જે મેચ ભારતે 22 રનથી આ મેચ જીતી લીધી હતી. હવે ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝની અંતિમ મેચ આ મેદાન પર 19મી જાન્યુઆરીએ રમાવાની છે. જેમાં ભારત આ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા માગશે.

ભારતે રાજકોટમાં રમાયેલી મેચમાં 7 વિકેટ ગુમાવીને 284 રન બનાવ્યા હતા, ન્યૂઝીલેન્ડની ટીમ 285 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે તેની શરુઆત ખરાબ રહી હતી, પરંતુ આ પછી વિલ યંગ અને મિચેલની 151 બોલમાં થયેલી 162 રનની પાર્ટનરશીપે બાજી બદલી નાખી હતી, આ મેચ 15 બોલ બાકી રહેતા 7 વિકેટથી જીતી લીધી હતી.