Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય

વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સ બંને એકબીજા ખૂબ જ ખાસ દોસ્ત છે. પરંતુ એક સમય એવો આવ્યો કે જ્યારે બંનેની મિત્રતા તૂટવાના આરે હતી. આ વાતનો ખુલાસો એબી ડીવિલિયર્સે કર્યો છે.


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

સ્ટાર ખેલાડીએ કર્યો મોટો ખુલાસો

1/6AB De Villiers and Virat Kohli

વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સ બંને એકબીજા ખૂબ જ ખાસ દોસ્ત છે. પરંતુ એક સમય એવો આવ્યો કે જ્યારે બંનેની મિત્રતા તૂટવાના આરે હતી. આ વાતનો ખુલાસો એબી ડીવિલિયર્સે કર્યો છે.

2/6AB De Villiers and Virat Kohli

વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સ બંને ખૂબ જ સારા મિત્રો છે. બંને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે લગભગ 11 વર્ષ સાથે રમ્યાં. પરંતુ એત સમય એવો આવ્યો હતો, જ્યારે બંનેની મિત્રતા તૂટવાના આરે હતી. બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી.

3/6AB De Villiers and Virat Kohli

વચ્ચે વાતચીત બંધ થવાનો ખુલાસો એબી ડીવિલિયર્સે કર્યો. એબી ડીવિલિયર્સે જણાવ્યું કે એક સમય એવો આવ્યો કે વિરાટ અને તેની વચ્ચેનું અંતર વધી ગયું હતું. એબી ડીવિલિયર્સે કહ્યું કે લાંબા સમય સુધી વાતચીત બંધ રહ્યા પછી કોહલીએ જ તેમની સાથે વાતચીત શરૂ કરી હતી. તેને કહ્યું કે "આભાર છે કે તેને ફરીથી વાત કરી. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટને સ્વીકાર્યું કે 2024 ની શરૂઆતમાં તેને તે સમયે મોટી ભૂલ કરી હતી."

4/6AB De Villiers and Virat Kohli

એબી ડી વિલિયર્સે કહ્યું કે, "તેને અજાણતાં જ તેની યુટ્યુબ ચેનલ પર ખુલાસો કર્યો હતો કે કોહલીએ ક્રિકેટમાંથી બ્રેક લીધો છે કારણ કે તેની પત્ની અનુષ્કા શર્મા તેના બીજા બાળકની માતા બનવાની હતી."

5/6AB De Villiers and Virat Kohli

એબી ડીવિલિયર્સે આગળ કહ્યું કે "મેં ભૂલ કરી, મારે આ કહેવું જોઈતું ન હતું. મેં મોટી ભૂલ કરી. મેં આપેલી માહિતી ખોટી હતી અને બિલકુલ સાચી ન હતી. પરિવાર પહેલા આવે છે, અને વિરાટ કોહલીને સમય આપવાનો સંપૂર્ણ અધિકાર હતો."

6/6AB De Villiers and Virat Kohli

એબી ડીવિલિયર્સે કહ્યું કે "આ ઘટના પછી, અમારી વચ્ચે કોઈ વાતચીત થઈ નહીં. એવું લાગતું હતું કે બધું ખોટું થઈ ગયું છે, પરંતુ લગભગ છ મહિના પહેલા અમે ફરીથી વાત કરવાનું શરૂ કર્યું. હવે અમારી વચ્ચે બધું બરાબર છે."

Gallery Ads