70 વનડે મેચ રમ્યા પછી કઈક આવો છે ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી શ્રેયસ ઐયર અને વિરાટ કોહલીનો રેકોર્ડ

વિશ્વ ક્રિકેટ જગતમાં હાલના તબક્કે સૌથી સફળ અને શક્તિશાળી ટીમ તરીકે કોઈ ટીમની ગણના થતી હોય તો એ ટીમ એટલે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ કે જેનો વિજય રથ રોકવો આજની તારીખે કોઈ પણ ટીમ માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે.

શ્રેયસ આપશે કિંગને ટક્કર!

1/6શ્રેયસ આપશે કિંગને ટક્કર!

ભારતીય ટીમ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. શ્રેણીની પહેલી મેચ 19 ઓક્ટોબરે પર્થમાં રમાશે ત્યારે શ્રેયસ ઐયર અને વિરાટ કોહલી બંને આ શ્રેણી માટે ભારતીય ટીમનો ભાગ બન્યા છે, ત્યારે સ્ટાર ખેલાડી કોહલી અને શ્રેણી માટે નવા ઉપ-કેપ્ટન શ્રેયસ ઐયરના 70-70 વનડે પછીના રેકોર્ડ પર એક નજર કરીએ. 

2/6શ્રેયસ આપશે કિંગને ટક્કર!

ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી એવા શ્રેયસ ઐયર અત્યાર સુધી તેની વનડે કારકિર્દીમાં કુલ 70 મેચ રમી ચૂક્યો છે જેની સરખામણીએ વિરાટ કોહલી 302 વનડે મેચ રમી છે. સરેરાશ રાનરેટની વાત કરીએ તો શ્રેયસ ઐયરએ 70 ODIમાં 48.22 ની સરેરાશથી કુલ 2845 રન બનાવ્યા છે જ્યારે વિરાટ કોહલીએ 70 વનડેમાં 45.17 ની સરેરાશથી 2620 રન બનાવ્યા છે. આમ પ્રથમ 70 મેચમાં શ્રેયસ ઐયર કોહલી કરતા આગળ ચાલી રહ્યો છે.

3/6શ્રેયસ આપશે કિંગને ટક્કર!

70 મેચમાં બંને ખેલાડીઓના સતકની સરખાણી કરીએ તો વિરાટ કોહલી એ બાબતમાં કિંગ સાબિત થાય છે. શ્રેયસ ઐયર તરફથી પ્રથમ 70 મેચમાં 5 સદી અને 22 અડધી સદી ફટકારવામાં આવી છે, જ્યારે વિરાટ કોહલીએ 70 વનડેમાં 7 સદી અને 17 અડધી સદી ફટકારી છે.

4/6શ્રેયસ આપશે કિંગને ટક્કર!

70 મેચમાં બંને ખેલાડીઓની આક્રમક રમત પર નજર કરીએ તો આક્રમક ખેલાડી તરીકે શ્રેયસ ઐયર બાજી મારી ગયો છે. ઐયરે અત્યાર સુધીમાં 70 વનડેમાં 262 ચોગ્ગા ફટકાર્યા છે, અને 72 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે વિરાટ કોહલીની વાત કરીએ તો, તેણે 70 વનડેમાં 249 ચોગ્ગા ફટકાર્યા છે, અને 15 છગ્ગા ફટકાર્યા છે.

5/6શ્રેયસ આપશે કિંગને ટક્કર!

70 મેચ પછી બંને ખેલાડીઓના સૌથી હાઈએસ્ટ સ્કોરની વાત કરીએ તો એ બાબતે શ્રેયસ ઐયર આગળ ચાલી રહ્યો છે. 70 વનડે પછી એક મેચમાં ઐયરનો હાઈએસ્ટ સ્કોર 128 અણનમ છે જ્યારે 70 વનડે પછી એક મેચમાં વિરાટ કોહલીનો હાઈએસ્ટ સ્કોર 118 રન હતો.

6/6શ્રેયસ આપશે કિંગને ટક્કર!

70 મેચ પછી બંને ખેલાડીઓના સ્ટ્રાઇક રેટ ઉપર એક નજર કરીએ તો એ બાબતે પણ શ્રેયસ ઐયર કોહલીને ટક્કર આપી રહ્યો છે. 70 વનડે પછી શ્રેયસ ઐયરનો સ્ટ્રાઇક રેટ 100 છે અને સામે પક્ષે આટલીજ મેચ પછી વિરાટ કોહલીનો સ્ટ્રાઇક રેટ 82.96 હતો.

Gallery Ads