Indian Criceket Teamના ઇતિહાસમાં રોમાંચક ઘટના, 6 ડિસેમ્બરના દિવસે ભારતના પાંચ ખેલાડીઓનો જન્મદિવસ, જાણો કયા છે સ્ટાર ક્રિકેટર

ભારતીય ક્રિકેટ ટીમ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. 6 ડિસેમ્બરના રોજ ભારતના દિગ્ગજ ક્રિકેટરોનો જન્મ દિવસ છે. જાણો ભારતના કયા સ્ટાર ક્રિકેટરો આજે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે.

ક્રિકેટના ઇતિહાસમાં રોમાંચક ઘટના

1/6ભારતના 5 ક્રિકેટરનો 6 ડિસેમ્બરના દિવસે જન્મ દિવસ

ભારતીય ક્રિકેટ ટીમ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે 6 ડિસેમ્બરના રોજ ભારતના દિગ્ગજ ક્રિકેટરોનો જન્મ દિવસે છે. એક જ દિવસે આ ક્રિકેટરનો જન્મ દિવસ એ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં ખૂબ જ રસપ્રદ બાબત છે. ટીમ ઇન્ડીયમાં આ સ્ટાર ક્રિકેટરોએ પોતાની મહેનતથી ખાસ મુકામ બનાવ્યું છે. આ સ્ટાર ક્રિકટરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વની સિદ્ધિ મેળવી છે. આજે 6 ડિસેમ્બરના દિવસે ભારતના પાંચ ખેલાડીઓનો જન્મદિવસ છે. જેમાં રવિન્દ્ર જાડેજા , જસપ્રીત બુમરાહ, શ્રેયસ ઐયર, કરુણ નાયર અને આરપી સિંહનો સમાવેશ થાય છે.

2/6ભારતના 5 ક્રિકેટરનો 6 ડિસેમ્બરના દિવસે જન્મ દિવસ

શ્રેયસ ઐયર : ભારતનો સ્ટાર બેટસમેન શ્રેયસ ઐયર આજે 31માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. ODI માં, શ્રેયસ ઐયરે 47.81 ની સરેરાશથી 2917 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને 13 અડધી સદીનો સમાવેશ થાય છે. ભારત માટે ઐય્યર 51 T20I, 73 ODI અને 14 ટેસ્ટ મેચ રમ્યો છે અને T20I માં, તેણે 30.66 ની સરેરાશથી 1104 રન બનાવ્યા છે.

3/6ભારતના 5 ક્રિકેટરનો 6 ડિસેમ્બરના દિવસે જન્મ દિવસ

રવિન્દ્ર જાડેજા: રવિન્દ્ર જાડેજા આજે 37 વર્ષના થયા. ભારતીય ટીમના ઓલરાઉન્ડર જાડેજાએ 2009માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રીલંકા સામેની મેચથી પ્રવેશ કર્યો. ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં, જાડેજાના નામે 54 વિકેટ છે, ઉપરાંત તેણે 515 રન પણ બનાવ્યા છે. ટેસ્ટ મેચોમાં, જાડેજાએ 348 વિકેટ લીધી છે, જેમાં તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 42 રનમાં 7 વિકેટ છે. ટેસ્ટ ક્રિકેટમાં જાડેજાનું તાજેતરનું બેટિંગ પ્રદર્શન શાનદાર રહ્યું છે

4/6ભારતના 5 ક્રિકેટરનો 6 ડિસેમ્બરના દિવસે જન્મ દિવસ

જસપ્રીત બુમરાહ : ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહનો જન્મ 6 ડિસેમ્બર, 1993 ના રોજ અમદાવાદમાં થયો હતો. બુમરાહ ટેસ્ટ, ODI અને T20એમ ત્રણેય ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. ભારત માટે 89 વનડે, 80ટી-20 અને 52 ટેસ્ટ મેચ રમી છે. તેણે વનડેમાં 149 અને ટી૨૦માં 99 વિકેટ લીધી છે. આ ઉપરાંત, બુમરાહે 19.79ની સરેરાશથી 149 ટેસ્ટ વિકેટ લીધી છે.

5/6ભારતના 5 ક્રિકેટરનો 6 ડિસેમ્બરના દિવસે જન્મ દિવસ

કરુણ નાયર : જોધપુરમાં જન્મેલા, કરુણ નાયર મૂળ કર્ણાટકના છે. હવે 34 વર્ષના નાયર વીરેન્દ્ર સેહવાગ પછી ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજા ભારતીય ક્રિકેટર છે. એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં, કરુણે ચાર મેચમાં 25 થી વધુની સરેરાશથી ફક્ત 205 રન બનાવ્યા હતા.

6/6ભારતના 5 ક્રિકેટરનો 6 ડિસેમ્બરના દિવસે જન્મ દિવસ

આરપી સિંહ : સ્ટાર ક્રિકેટર આરપી સિંહ આજે પોતાના 40માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. આ ફાસ્ટ બોલરે 2006માં પાકિસ્તાન સામે ફૈસલાબાદથી કારકિર્દીની શરૂઆત ધમાકેદાર રીતે કરી હતી. પહેલી જ મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. 2007માં પ્રથમ ટી20 વર્લ્ડ કપમાં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 14 ટેસ્ટ મેચમાં 40 વિકેટ અને 58 વનડેમાં 69 વિકેટ અને 10 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 15 વિકેટ પણ લીધી હતી.

Gallery Ads