Asia Cup 2025 Final : ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવીને બની 'ચેમ્પિયન', ફેન્સે ફટાકડા ફોડીને કરી ઉજવણી

ભારતીય ટીમે ફરી એક વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. દુબઈમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ભારતે એશિયા કપ 2025નું ટાઈટલ જીત્યું છે. કુલદીપ યાદવની ઘાતક બોલિંગ અને તિલક વર્માની ધારદાર બેટિંગના કારણે ભારતને આ ટાઈટલ જીતવામાં મોટી સફળતા મળી છે.

સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ

1/6ind vs pak

ભારતીય ટીમે ફરી એક વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. દુબઈમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ભારતે એશિયા કપ 2025નું ટાઈટલ જીત્યું છે. કુલદીપ યાદવની ઘાતક બોલિંગ અને તિલક વર્માની ધારદાર બેટિંગના કારણે ભારતને આ ટાઈટલ જીતવામાં મોટી સફળતા મળી છે.

2/6ind vs pak

તમને જણાવી દઈએ કે ભારતે આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે જીતની હેટ્રિક પૂરી કરી અને સાથે જ 9મી વખત એશિયા કપની ટ્રોફી પર કબ્જો કર્યો છે. પાકિસ્તાનની ટીમે જીત મેળવવા માટે ભારતને 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ચેસ કરીને ભારતે ટાઈટલ જીત્યું છે.

3/6ind vs pak

ભારતીય ટીમની જીત બાદ ફેન્સ અલગ અલગ રીતે જીતની ઉજવણી કરી રહ્યા છે. લોકો ફટાકડા ફોડી અને ડાન્સ કરીને જીતની ઉજવણી કરી રહ્યા છે.

4/6ind vs pak

ભારતીય ટીમે જીત મેળવ્યા બાદ તરત જ લોકો ઉજવણી કરવા માટે પોતાના ઘરની બહાર દોડી આવ્યા છે અને રસ્તાઓ ઉપર એકઠા થઈને ઉજવણી કરી રહ્યા છે.

5/6ind vs pak

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં લોકો ભેગા થયા છે અને ફટાકડા ફોડી, મીઠાઈ ખવડાવીને એકબીજા સાથે જીતની ઉજવણી કરી રહ્યા છે. 

6/6ind vs pak

Gallery Ads