Asia Cupમાં સૌથી વધુ કેચ લેનારા ફિલ્ડરો, જાણો ટોપ-5માં કોણ છે

એશિયા કપ 2025ની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થઈ રહી છે. એશિયા કપના ઈતિહાસમાં સૌથી વધુ કેચ લેનારા ટોપ 5 ફિલ્ડરો વિશે જાણો.

જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

1/6Cricketer

એશિયા કપ 2025ની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થઈ રહી છે. આ વખતે એશિયા કપ 2025 વર્લ્ડકપ 2026ને ધ્યાનમાં રાખીને T20 ફોર્મેટમાં યોજાવા જઈ રહ્યો છે. શ્રીલંકાના મહેલા જયવર્ધને આ લિસ્ટમાં ટોપ પર છે, જ્યારે ભારતના રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ આ લિસ્ટમાં સામેલ છે.

2/6Cricketer

શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન મહેલા જયવર્ધને એશિયા કપમાં સૌથી વધુ કેચ પકડનાર ખેલાડી છે. તેમને 28 મેચોમાં કુલ 15 કેચ લીધા હતા. જયવર્ધને એશિયા કપમાં 674 રન બનાવ્યા છે.

3/6Cricketer

આ લિસ્ટમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા બીજા નંબરે છે. તેને 37 મેચમાં 14 કેચ લીધા છે. આ વખતે રોહિત T20 એશિયા કપ 2025માં જોવા મળશે નહીં કારણ કે તેને T20i ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

4/6Cricketer

આ લિસ્ટમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન યુનિસ ખાન ત્રીજા નંબરે છે. યુનિસ ખાને માત્ર 14 મેચમાં 14 કેચ પકડીને પોતાની અદ્ભુત ફિલ્ડિંગ કુશળતા દર્શાવી.

5/6Cricketer

ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી 26 મેચમાં 13 કેચ સાથે ચોથા નંબરે છે. તેની ફિટનેસ અને ફિલ્ડિંગ આજે પણ ઉત્તમ છે. પરંતુ વિરાટે T20I અને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. હવે તે ફક્ત ODI ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે.

6/6Cricketer

શ્રીલંકાના ભૂતપૂર્વ સ્ટાર બોલર અરવિંદા ડી સિલ્વા આ લિસ્ટમાં પાંચમા નંબરે છે. તેને 24 મેચમાં 12 શાનદાર કેચ લીધા હતા. અરવિંદા ડી સિલ્વા લાંબા સમય સુધી એશિયા કપમાં સૌથી વધુ કેચ પકડનાર ખેલાડી હતો.

Gallery Ads