
અભિષેક શર્મા T20 એશિયા કપ 2025માં શાનદાર સિઝન પસાર કરી રહ્યો છે. તે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેને પાંચ મેચમાં કુલ 248 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદીનો ફટકારી છે.

અભિષેક શર્માએ 2025માં UAE સામે T20 એશિયા કપમાં ડેબ્યૂ કર્યું હતું. તેને 16 બોલમાં 30 રન બનાવ્યા, જેમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે.

અભિષેક શર્માએ પાકિસ્તાન સામેની ગ્રુપ સ્ટેજ મેચમાં 14 બોલમાં 31 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. તેને જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ઓમાન સામેની મેચમાં અભિષેક શર્માએ શરૂઆતથી જ પોતાની વિસ્ફોટક બેટિંગ ચાલુ રાખી હતી. તેને 15 બોલમાં 38 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે.

પાકિસ્તાન સામેની સુપર 4 મેચમાં અભિષેક શર્માએ શાનદાર ટેલેન્ટ બતાવ્યું, તેને ઈનિંગની શરૂઆતથી જ પાકિસ્તાની બોલર્સને હેરાન કર્યા. તેને 39 બોલમાં 74 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. તેના પ્રભાવશાળી પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.

અભિષેક શર્માએ બાંગ્લાદેશ સામેની મેચમાં ધીમી શરૂઆત કરી હતી. પરંતુ એકવાર તેને પોતાનું ફોર્મ મેળવ્યું, પછી તેને રનનો વરસાદ કર્યો. તેને બાંગ્લાદેશ સામે 37 બોલમાં 75 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. આ મેચમાં પણ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.