બાબર આઝમ બન્યો ફેક કિંગ! ઈંગ્લેન્ડ સામેના પ્રદર્શનથી બહાર થવાનું નક્કી થઈ ગયું!

ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન હાથમાં આવેલી મેચ જીતી શક્યું નહીં, જેના કારણે તેનું સેમીફાઈનલમાં જવાનું ગણિત બગડી ગયું છે. આવામાં ટીમનો કિંગ ગણાતો બાબર આઝમ ફ્લોપ રહેવાની સમસ્યા ચરમસીમાએ આવી ગઈ છે.

babar azam fake king

1/6babar azam fake king

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન બાબર આઝમ ફરી એકવાર ICC T20 વર્લ્ડ કપ 2026માં નિષ્ફળ ગયા છે. ઇંગ્લેન્ડ સામેની મેચમાં, બાબર 24 બોલમાં ફક્ત 25 રન બનાવી શક્યો હતો. બાબરની ધીમી બેટિંગને કારણે પાકિસ્તાની ટીમ ફક્ત 164 રન બનાવી શકી હતી. હવે સોશિયલ મીડિયા પર બાબર આઝમને કિંગનું બિરુદ અપાયું છે તેની સામે પણ લોકો દ્વારા વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે

2/6 babar azam batting

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન બાબર આઝમ ફરી એકવાર ICC T20 વર્લ્ડ કપ 2026માં નિષ્ફળ ગયા છે. ઇંગ્લેન્ડ સામેની મેચમાં, બાબર 24 બોલમાં ફક્ત 25 રન બનાવી શક્યો હતો. બાબરની ધીમી બેટિંગને કારણે પાકિસ્તાની ટીમ ફક્ત 164 રન બનાવી શકી હતી. હવે સોશિયલ મીડિયા પર બાબર આઝમને કિંગનું બિરુદ અપાયું છે તેની સામે પણ લોકો દ્વારા વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. T20 ફોર્મેટમાં ખેલાડીઓ 25 બોલમાં અડધી સદી પૂર્ણ કરતા હોય છે પરંતુ જે પ્રમાણે બાબરે બેટિંગ કરી તેની સરખામણી ટેસ્ટ ક્રિકેટ સાથે કરવામાં આવી રહી છે. બાબરે શરુઆત સારી કરી હતી પરંતુ 10 બોલ રમ્યા પછી જાણે તે ક્રિકેટ રમવાનું ભૂલી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થતું દેખાઈ રહ્યું હતું. આ જ કારણે બાબર ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે.

3/6 pakistan cricket team

નોંધનીય છે કે બાબર આઝમ અત્યાર સુધી T20 વર્લ્ડ કપમાં કુલ છ મેચ રમી ચૂક્યો છે, અને તેમાંથી એકમાં, તેને બેટિંગમાં ઉતારાયો નહોતો. બાબરે ફક્ત ત્રણ મેચમાં બેટિંગ કરી છે, જેમાં તેણે ફક્ત 91 રન બનાવ્યા છે. બાબર યુનાઇટેડ સ્ટેટ્સ સામે ક્રીઝ પર થોડો સમય વિતાવી શક્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ સામેની મેચમાં, બાબરે 46 રન બનાવ્યા હતા, પરંતુ તેમાં પણ તેનો સ્ટ્રાઇક રેટ ખૂબ જ ખરાબ હતો.

4/6babar azam may out from

બાબર આઝમ જેવા ખેલાડીઓના નબળા પ્રદર્શનને કારણે, પાકિસ્તાન હવે ICC T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર થવાની આરે છે. ન્યૂઝીલેન્ડ સામે પાકિસ્તાનની પહેલી સુપર 8 મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ત્યારબાદ, તેઓ ઇંગ્લેન્ડ સામે બે વિકેટથી હારી ગયા છે. ઇંગ્લેન્ડ સામેની મેચમાં, પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી, સાહિબજાદા ફરહાનની ફિફ્ટીને કારણે 20 ઓવરમાં 164 રન બનાવ્યા હતા.

5/6babar azam fake king

આ ટાર્ગેટના જવાબમાં, પાકિસ્તાનની બોલિંગ સારી શરૂઆત કરી, પરંતુ હેરી બ્રુકની સદીએ પાકિસ્તાનને ઇંગ્લેન્ડ સામે શરણાગતિ સ્વીકારવાની ફરજ પાડી હતી. ઇંગ્લેન્ડ પાંચ બોલ બાકી રાખીને મેચ જીતી ગયું છે. ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

6/6babar azam

હવે બાબર આઝમને આગામી મેચમાં બહાર બેસાડવામાં આવે તેવી સંભાવનાઓ પણ જોવાઈ રહી છે, પાકિસ્તાને સુપર-8 રાઉન્ડની અંતિમ મેચ શ્રીલંકા સામે રમવાની છે અને તે મહત્વની બની શકે છે, પરંતુ આ પહેલા ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની મેચનું પરિણામ શું આવે છે તેના આધારે તેની શક્યતાઓ બનશે.

Gallery Ads