
પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમે 28 એપ્રિલે પાકિસ્તાન સુપર લીગ 2026માં શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. પેશાવર ઝાલ્મીની કેપ્ટનશીપ દરમિયાન બાબરની આ સિઝનમાં આ બીજી સદી છે. આ સદી સાથે બાબર T20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન બાબર આઝમ પોતાના જૂના ફોર્મમાં પરત ફર્યો છે. તે હાલમાં પાકિસ્તાન સુપર લીગની 11મી સીઝનમાં ભાગ લઈ રહ્યો છે. કરાચીમાં પેશાવર ઝાલ્મી અને ઇસ્લામાબાદ યુનાઇટેડ વચ્ચે ટુર્નામેન્ટની ક્વોલિફાયર મેચ રમાઈ હતી. અહીં ઈનિંગની શરૂઆત કરતા બાબર આઝમે સીઝનની પોતાની બીજી સદી ફટકારવામાં સફળ રહ્યો. આ સદી સાથે તેને ઈતિહાસ પણ રચ્યો છે. તે T20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન બની ગયો છે. આ ખાસ કિસ્સામાં તેને ભૂતપૂર્વ આફ્રિકન કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને પાછળ છોડી દીધો છે. ફાફ ડુ પ્લેસિસે T20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે 216 મેચમાં 8 સદી ફટકારી હતી. પરંતુ છેલ્લી મેચમાં ઈસ્લામાબાદ સામેની સદી સાથે બાબરની સદીની સંખ્યા 9 પર પહોંચી ગઈ છે. 31 વર્ષના સ્ટારે 154 મેચમાં આ આંકડો હાંસલ કર્યો છે. તમને જણાવી દઈએ કે T20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારનાર ટોપ 5 બેટ્સમેન કોણ છે.

બાબર આઝમે T20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેને T20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે 9 સદી ફટકારીને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. બાબર PSL 2026 માં 2 સદી ફટકારી ચૂક્યો છે, આ મામલે તેને ફાફ ડુ પ્લેસિસને પાછળ છોડી દીધો છે.

ફાફ ડુ પ્લેસિસ T20 ક્રિકેટમાં બીજા નંબરે સૌથી વધુ 8 સદી ફટકારનાર કેપ્ટન છે. તેને IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું પણ નેતૃત્વ કર્યું છે.

ઓસ્ટ્રેલિયાના માઈકલ ક્લિંગર આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. તેને કેપ્ટન તરીકે T20Iમાં 7 સદી ફટકારી છે. તેને બિગ બેશ લીગમાં ઘણી મેચ વિનિંગ ઈનિંગ રમી છે અને તેને લીગના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે.

આ લિસ્ટમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ચોથા નંબરે છે. વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે 5 સદી ફટકારી છે, પરંતુ T20 ઈન્ટરનેશનલ મેચોમાં ફક્ત એક જ સદી ફટકારી છે. પરંતુ વિરાટે ODI ક્રિકેટમાં 54 સદી ફટકારી છે.

ઈંગ્લેન્ડના જેમ્સ વિન્સનો સ્થાનિક T20 ક્રિકેટમાં પ્રભાવશાળી રેકોર્ડ છે. વિન્સે હેમ્પશાયર હોક્સને 3 T20 ટાઈટલ (2010, 2012 અને 2022) અપાવ્યા છે. તેને કેપ્ટન તરીકે 5 સદી ફટકારી છે અને તેમને વાઈટાલિટી બ્લાસ્ટના સૌથી સફળ બેટ્સમેનોમાંથી એક ગણવામાં આવે છે.