સાઉથ આફ્રિકાની ટીમ હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. બંને દેશો વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ બુલાવાયોમાં રમાઈ રહી છે. આ મેચમાં સાઉથ આફ્રિકાના સ્ટેન્ડ-ઈન કેપ્ટન વિઆન મુલ્ડરે શાનદાર બેટિંગ કરી અને ત્રેવડી સદી ફટકારી. તેની પાસે ટેસ્ટ ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો બ્રાયન લારાનો રેકોર્ડ તોડવાની તક હતી, પરંતુ તે તેમ કરી શક્યો નહીં. મુલ્ડર આ ઈનિંગમાં 367 રન બનાવીને અણનમ પાછો ફર્યો. આ દરમિયાન તેને 49 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાના લિસ્ટમાં ટોપ-5માં પહોંચી ગયો છે.





