વર્ષ 2025માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન આપનારા બોલર્સ, જાણો કોણ છે ટોપ પર

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણા બોલરો છે જેમને ઘણા રન આપ્યા છે. તમને જણાવી દઈએ કે આ લિસ્ટમાં કોણ સામેલ છે.

જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

1/6Bowler

વર્ષ 2025માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન આપનારો બોલર બ્રાઈડન કાર્સ છે. ટોપ-5 બોલર્સના આ લિસ્ટમાં એક પણ ભારતીય ખેલાડીનું નામ નથી.

2/6Brydon Carse

આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન આપનાર બોલરનો રેકોર્ડ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રાઈડન કાર્સના નામે છે. તેને ત્રણેય ફોર્મેટમાં 29 મેચ રમી હતી, જેમાં 35 ઈનિંગમાં 5.08ના ઈકોનોમી રેટથી 1,903 રન આપ્યા. આ દરમિયાન કાર્સે 53 વિકેટ પણ લીધી.

3/6Blessing Muzarabani

આ વર્ષે રન આપવામાં ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુજરબાની બીજા નંબરે છે. તેને કુલ 31 મેચ રમી છે અને આ દરમિયાન 1793 રન આપ્યા છે. તેને આ બધા રન 4.5ના ઈકોનોમી રેટથી આપ્યા છે. આ ઝિમ્બાબ્વેના બોલરે આ વર્ષે 31 મેચમાં 65 વિકેટ પણ લીધી છે.

4/6Jayden Seales

વેસ્ટ ઈન્ડીઝનો જેડેન સીલ્સ આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. સીલ્સે આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 26 મેચ રમી, 33 ઈનિંગમાં 4.27ના ઈકોનોમી રેટથી 1,538 રન આપ્યા. તેને આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 56 વિકેટ લીધી. તેનું બેસ્ટ પ્રદર્શન 18 રનમાં 6 વિકેટ હતું.

5/6Roston Chase

આ વર્ષે રન આપવામાં વેસ્ટ ઈન્ડિઝનો રોસ્ટન ચેઝ ચોથા નંબરે છે. તેને 2025માં કુલ 40 ઈન્ટરનેશનલ મેચ રમી હતી, જેમાં તેને 1,398 રન આપ્યા હતા. વિકેટની વાત કરીએ તો રોસ્ટન ચેઝે આ વર્ષે 33 વિકેટ લીધી હતી, જેનો ઈકોનોમી રેટ 4.91 હતો.

6/6Jacob Duffy

આ લિસ્ટમાં ન્યુઝીલેન્ડનો જેકબ ડફી પાંચમા નંબરે છે. તેને આ વર્ષે કુલ 36 ઈન્ટરનેશનલ મેચ રમી, જેમાં 1,386 રન આપ્યા અને 81 વિકેટ લીધી. ડફી આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, જેનો ઈકોનોમી રેટ 4.26 છે.

Gallery Ads