ICC T20 World Cupમાં સૌથી વધુ છગ્ગા કોણે ફટકાર્યા? ટોપ 5માં ભારતીય ખેલાડીઓનો દબદબો

આગામી વર્ષે ફેબ્રુઆરીમાં ફરી એકવાર T20 વર્લ્ડકપ યોજાવાનો છે. આ વખતે તેનું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરશે. તમને જણાવી દદએ કે T20 વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ છગ્ગા કોણે ફટકાર્યા છે.

જાણો કોણ છે ટોપ પર

1/6Cricketers

ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ચોગ્ગા અને છગ્ગા ફટાકરવા એક સામાન્ય વાત છે. પરંતુ ICC T20 World Cupમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 5માં ભારતીય ખેલાડીઓનો દબદબો છે. રોહિત અને વિરાટ કોહલી બંને ટોપ 5માં સ્થાન ધરાવે છે.

2/6Chris Gayle (1)

ક્રિસ ગેલ T20 વર્લ્ડકપમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન છે. તેને 33 મેચમાં 63 છગ્ગા ફટકાર્યા છે. અન્ય કોઈ બેટ્સમેન તેની નજીક પણ પહોંચી શક્યો નથી. તેને 2007 થી 2021 સુધી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

3/6Rohit Sharma (1)

આ લિસ્ટમાં રોહિત શર્મા બીજા નંબરે આવે છે. રોહિતે 2007 થી 2024 સુધી T20 વર્લ્ડકપ રમ્યો હતો. આ દરમિયાન તેને 47 મેચ રમી હતી અને 50 છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલી વાર હશે જ્યારે રોહિત શર્મા T20 વર્લ્ડકપ દરમિયાન ભારતીય ટીમનો ભાગ નહીં હોય. ગયા વર્ષે વર્લ્ડકપ જીત્યા બાદ તેને નિવૃત્તિની જાહેરાત કરી હતી.

4/6Jos Buttler

ઈંગ્લેન્ડના જોસ બટલરે અત્યાર સુધીમાં 35 T20 વર્લ્ડકપ મેચોમાં 43 છગ્ગા ફટકાર્યા છે. તેને પહેલી વાર 2012માં આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ વખતે જોસ બટલરનો પણ વર્લ્ડકપ માટે જાહેર કરાયેલ ઈંગ્લેન્ડ ટીમમાં સામેલ છે, એટલે કે તેની પાસે રોહિત અને ગેલને પાછળ છોડી દેવાની તક હશે.

5/6David Warner

આ લિસ્ટમાં ડેવિડ વોર્નરનું નામ ચોથા નંબરે આવે છે. તેને T20 વર્લ્ડકપમાં 41 મેચ રમી છે, જેમાં 40 છગ્ગા ફટકાર્યા છે. ડેવિડ વોર્નરે 2009માં પોતાનો પહેલો વર્લ્ડકપ રમ્યો હતો અને 2024 સુધી રમતો રહ્યો હતો. પરંતુ હવે તેને નિવૃત્તિની જાહેરાત કરી છે.

6/6Virat Kohli (1)

આ લિસ્ટમાં વિરાટ કોહલીનું નામ પાંચમા નંબરે આવે છે. વિરાટ કોહલીએ પોતાનો પહેલો T20 વર્લ્કકપ 2012માં રમ્યો હતો. ત્યારથી 2024 સુધી તેને ટુર્નામેન્ટમાં 35 મેચ રમી હતી, જેમાં 35 છગ્ગા ફટકાર્યા હતા. હવે તે આ ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ લઈ ચૂક્યો છે.

Gallery Ads