રોનાલ્ડોથી મેસ્સી… આ છે FIFA વર્લ્ડકપ 2026ના ટોપ 5 સૌથી અમીર ખેલાડીઓ

ફૂટબોલ વર્લ્ડ કપ 11 જૂનથી શરૂ થઈ રહ્યો છે, અને આ ટુર્નામેન્ટમાં 48 ટીમો ભાગ લેશે. યુનાઇટેડ સ્ટેટ્સ, મેક્સિકો અને કેનેડામાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ ભાગ લેશે. ચાલો તમને જણાવીએ કે આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા પાંચ સૌથી અમીર ખેલાડીઓ કોણ છે

Rich footballer

1/6Rich footballer

ફિફા વર્લ્ડ કપ 2026 હવે ગણતરીના દિવસોમાં જ શરૂ થવા જઈ રહ્યો છે. 11 જૂનથી અમેરિકા, મેક્સિકો અને કેનેડાની ધરતી પર ફૂટબોલનો આ મહાકુંભ રમાશે, જેમાં પ્રથમ વખત 48 ટીમો ભાગ લઈ રહી છે. મેદાન પરના રોમાંચની સાથે સાથે ફેન્સ એ જાણવા પણ ઉત્સુક છે કે ચાલો જાણીએ 5 સૌથી ધનિક ખેલાડીઓ વિષે જાણીએ.

2/6Harry Kane

ફિફા વર્લ્ડ કપમાં રમનારા પાંચ સૌથી ધનિક ખેલાડીઓની યાદીમાં ઈંગ્લેન્ડનો કેપ્ટન હેરી કેન પાંચમા ક્રમે છે. તેની કુલ સંપત્તિ 1412 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તેની મોટાભાગની કમાણી બાયર્ન મ્યુનિક ક્લબ અને સ્કેચર્સ બૂટની ડીલમાંથી આવે છે.

3/6Kylian Mbappe

ફ્રાન્સને 2018 માં વર્લ્ડ કપ જીત અપાવનાર સ્ટ્રાઈકર કાયલિયન એમબાપ્પે આ યાદીમાં ચોથા ક્રમે છે. ફ્રેન્ચ ખેલાડીની કુલ સંપત્તિ 2388 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. એમબાપ્પે રીઅલ મેડ્રિડમાંથી મોટી રકમ કમાય છે. તે નાઇકી, હુબ્લોટ અને ડિયોરનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

4/6Neymar

બ્રાઝિલનો નેમાર ત્રીજા ક્રમે છે. તેની કુલ સંપત્તિ 4288 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તેણે બાર્સેલોના, પીએસજી અને અલ હિલાલમાંથી નોંધપાત્ર સંપત્તિ કમાઈ છે. નેમાર હવે તેમના બાળપણના ક્લબ સાન્તોસ માટે રમે છે.

5/6Lionel Messi

આર્જેન્ટિનાનો કેપ્ટન લિયોનેલ મેસ્સી વિશ્વનો બીજો સૌથી ધનિક ફૂટબોલર છે. તેની કુલ સંપત્તિ 9526 કરોડ રૂપિયા છે. મેસ્સી ઇન્ટર મિયામીનો સભ્ય છે અને જ્યાંથી તેને મોટો પગાર મળે છે. ઉપરાંત તે પેપ્સી, જીલેટ અને અને કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

6/6Cristiano Ronaldo

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 2026 ફિફા વર્લ્ડ કપમાં રમનારો સૌથી ધનિક ખેલાડી છે. રોનાલ્ડો સાઉદી અરેબિયન ક્લબ અલ-નાસર માટે રમે છે. તેની કુલ સંપત્તિ 13,000 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. અલ-નાસર ક્લબ રોનાલ્ડોને 2221 કરોડ રૂપિયા ચૂકવે છે.

Gallery Ads