
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડ સામે ભારતની શાનદાર જીત થઈ હતી. તમામ ક્રિકેટરો સહિત હાર્દિક પંડયા પણ નરેન્દ્રમોદી સ્ટેડિયમના મેદાનમાં આ જીતની ઉજવણી કરવા લાગ્યા હતા. ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે હાર્દિકના ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વયારલ થયા હતા. ઓલરાઉન્ડ ક્રિકેટર હાર્દિક પંડયા હંમેશા સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે. હાલમાં ક્રિકેટર ગર્લફ્રેન્ડ અને પોતાના પુત્ર સાથેના હળવી ક્ષણનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા.

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા હાલમાં ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથેના સંબંધોને કારણે હેડલાઇન્સમાં છે. તેણે તાજેતરમાં જ કેટલાક અદ્રશ્ય ફોટા શેર કર્યા છે. બંને રાઈડનો આનંદ લેતા હોવાનો ફોટો છે, જયારે બીજામાં ટ્રેડિશનલ પોશાકમાં હાર્દિકે ગર્લફેન્ડ મહિકા સાથે બાપ્પાના આર્શીવાદ લીધા.

હાર્દિક પંડ્યા આ દિવસોમાં મોટાભાગનો સમય તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે વિતાવી રહ્યો છે. ક્રિકેટરના પ્રિય ડોગની સાથે તેની ગર્લફ્રેન્ડ મસ્તી કરતી જોવા મળી.

હાર્દિક પોતાના દીકરા અગસ્ત્ય સાથે પણ ખૂબ મસ્તી કરે છે, જેની એક ઝલક તેણે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. શેર કરેલા ફોટામાં, તેણે માહિકાના જન્મદિવસની તૈયારી કરતા પોતાના ફોટા પણ શેર કર્યા.

માહિકા દ્વારા લેવામાં આવેલી આ મિરર સેલ્ફીમાં હાર્દિક તેના વાળ સ્ટાઇલ કરાવતો દેખાય છે.હાર્દિકે માહિકાનો જન્મદિવસ ખૂબ જ રોમેન્ટિક રીતે ઉજવ્યો, મહિકા બિકીનીમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ક્રિકેટર હાલમાં તેના જીવનના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, માહિકા આજકાલ હંમેશા હાર્દિક સાથે જ દેખાય છે. દરમિયાન તેમનો પુત્ર અગસ્ત્ય પણ તેમની સાથે છે.

આ ફોટામાં હાર્દિક પંડ્યા, તેનો પુત્ર અગસ્ત્ય, મહિકા શર્મા અને ક્રિકેટર ઇશાન કિશન નજરે પડે છે. તેઓ બધા ઘરે છે અને મજા કરી રહ્યા છે.

હાર્દિક અને મહિકા પણ કારમાં એકબીજા સાથે રોમાન્સ કરતા જોવા મળ્યા. તેઓ એકબીજાના હાથમાં ખોવાયેલા હોય તેવું લાગતું હતું. તેમના સ્મિતમાં તેમના પ્રેમની ઊંડાઈ પ્રતિબિંબિત થતી હતી, જયારે બીજી તસવીરમાં હાર્દિક પુત્ર સાથે ક્રિકેટ રમવાનો આનંદ લઈ રહ્યો છે.

ઓલરાઉન્ડર ક્રિકેટરનો તેની પ્રેમિકા પ્રત્યેનો પ્રેમ દિવસેને દિવસે વધી રહ્યો છે. સમય જતાં તેમનો સંબંધ વધુ મજબૂત અને ગાઢ બની રહ્યો છે. હાર્દિક અને મહિકાની શાનદાર કેમેસ્ટ્રી સ્પષ્ટ છે, અને ચાહકો તેમને એક પાવર કપલ કહી રહ્યા છે.