
T20 મેચમાં ઝડપથી રન બનાવવાએ જરૂરી છે. પરંતુ તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડકપમાં 250ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતાં સૌથી વધુ સ્કોર બનાવનારા બેટ્સમેન કોણ છે. T20 વર્લ્ડકપમાં શિમરોન હેટમાયર T20 વર્લ્ડકપમાં 250ના સ્ટ્રાઈક રેટથી સૌથી વધુ સ્કોર કરવાનો રેકોર્ડ ધરાવે છે. T20 વર્લ્ડકપમાં બીજા નંબરે સૌથી વધુ સ્કોર કરવાનો રેકોર્ડ ઈશાન કિશનના નામે છે. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર માઈક હસ્સી ત્રીજા નંબરે છે. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઈનિસ ચોથા નંબરે છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ દિગ્ગજ યુવરાજ સિંહ આ લિસ્ટમાં પાંચમા નંબરે છે.

શિમરોન હેટમાયર T20 વર્લ્ડકપમાં 250ના સ્ટ્રાઈક રેટથી સૌથી વધુ સ્કોર કરવાનો રેકોર્ડ ધરાવે છે. તેને T20 વર્લ્ડકપ 2026માં ઝિમ્બાબ્વે સામે 34 બોલમાં 85 રન બનાવ્યા હતા, જેમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં વેસ્ટ ઈન્ડીઝે ઝિમ્બાબ્વેને 107 રનથી જોરદાર હરાવ્યું હતું.

T20 વર્લ્ડકપમાં બીજા નંબરે સૌથી વધુ સ્કોર કરવાનો રેકોર્ડ ઈશાન કિશનના નામે છે, તેને 250ના સ્ટ્રાઈક રેટથી ધમાકેદાર બેટિંગ કરી હતી. ઈશાન કિશને T20 વર્લ્ડકપ 2026માં નામિબિયા સામે 24 બોલમાં 61 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 254.17 હતો. તેને આ ઈનિંગમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં ભારતે નામિબિયાને 93 રનથી હરાવ્યું હતું.

આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર માઈક હસ્સી ત્રીજા નંબરે છે. તેને 2010ના T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે 24 બોલમાં 60 રન બનાવ્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 6 છગ્ગાનો ફટકાર્યા હતા, જેનો સ્ટ્રાઈક રેટ 250 હતો. આ વર્લ્ડકપની બીજી સેમીફાઈનલ હતી, જ્યાં ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ઓવરમાં 192 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો અને મેચ 3 વિકેટથી જીતી લીધી.

ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઈનિસ ચોથા નંબરે છે. T20 વર્લ્ડકપ 2022માં માર્કસ સ્ટોઈનિસે શ્રીલંકા સામે 18 બોલમાં 59 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. માર્કસ સ્ટોઈનિસે આ બધા રન 327.77 ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા હતા, જેમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 158 રનનો ટાર્ગેટ 16.3 ઓવરમાં હાંસલ કર્યો અને મેચ 7 વિકેટે જીતી લીધી.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ દિગ્ગજ યુવરાજ સિંહ આ લિસ્ટમાં પાંચમા નંબરે છે. તેને 2007ના T20 વર્લ્ડકપમાં માત્ર 16 બોલમાં 58 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી, જેમાં એક ઓવરમાં સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેને આ ઈનિંગમાં કુલ 7 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઈનિંગ દરમિયાન યુવરાજનો સ્ટ્રાઇક રેટ 362.50 હતો. ભારતે 18 રનથી મેચ જીતી હતી.