ભારત અને ઈંગ્લેન્ડના ક્રિકેટ ફેન્સ ભારતીય ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ પર પાંચ સિરીઝની પહેલી ટેસ્ટ મેચનો આનંદ માણી રહ્યા છે. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે અત્યાર સુધી ઘણી મેચ રોમાંચક રહી છે. કેટલીક સિરીઝ એવી રહી છે જેમાં બેટ્સમેને ધૂમ મચાવી છે તો કેટલીક મેચ એવી રહી છે કે જેમાં બોલર્સનો દબદબો રહ્યો છે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડમાં રમાયેલી એક ટેસ્ટ સિરીઝમાં અત્યાર સુધી ક્યાં ભારતીય બેટ્સમેને વધુ રન બનાવ્યા છે.





