ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. શુભમન ગિલ આ સિરીઝ માટે ભારતીય ટીમનો કેપ્ટન છે અને તે શાનદાર બેટિંગ પણ કરી રહ્યો છે. શુભમન ગિલ સિરીઝની ત્રીજી મેચની બીજી ઈનિંગમાં સસ્તામાં આઉટ થયો હતો, આ પછી પણ તેને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. શુભમન ગિલ હવે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.





