
ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર રોહિત શર્માએ તેની પત્ની રિતિકા સજદેહ પર તેના જન્મદિવસ પર પ્રેમ વરસાવ્યો. તેને સોશિયલ મીડિયા પર રિતિકા સજદેહ માટે એક ખાસ પોસ્ટ પણ શેર કરી, જે ઝડપથી વાયરલ થઈ ગઈ.

ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ પોતાનો 38મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ પ્રસંગે રોહિત શર્માએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક રોમેન્ટિક પોસ્ટ શેર કરી. તેને રિતિકા સજદેહના કેટલાક ખાસ ફોટા પણ શેર કર્યા.

રોહિત શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રિતિકા સજદેહ સાથેના કેટલાક ફોટા શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું છે કે "મારા સતત નોન-સ્ટ્રાઈકર અને પાર્ટનરને જન્મદિવસની શુભકામનાઓ. તમે જ એક એવી વસ્તુ છો જે અમારા નાના પરિવારને એક સાથે રાખે છે. અમે ત્રણેય તમને ખૂબ પ્રેમ કરીએ છીએ."

રોહિત શર્મા અને રિતિકા સજદેહના લગ્ન 13 ડિસેમ્બર, 2015 ના રોજ થયા હતા. રોહિતની પત્ની રિતિકા તેની મેનેજર પણ છે અને વારંવાર તેની સાથે મુસાફરી કરે છે. તેઓ બે બાળકોના માતા-પિતા પણ છે. 30 ડિસેમ્બર 2018ના રોજ, રિતિકાએ તેમની પુત્રી સમાયરાને જન્મ આપ્યો. ગયા વર્ષે કપલે તેમના પુત્રનું સ્વાગત કર્યું.

તેના જન્મદિવસના એક દિવસ પહેલા રોહિત શર્મા તેની પત્ની રિતિકા સજદેહ સાથે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો, જ્યાં તેને રોમેન્ટિક ડિનર કર્યું હતું.

રોહિત શર્મા હાલમાં મેદાનથી દૂર પોતાની પર્સનલ લાઈફ એન્જોય કરી રહ્યો છે. પરંતુ તે ટૂંક સમયમાં મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. વિજય હજારે ટ્રોફી 24 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં તે મુંબઈ ટીમ માટે બે મેચ રમતો જોવા મળશે.