
IPL 2026માં અત્યાર સુધી સૌથી વધુ અડધી સદી ફટકારનારા બેટ્સમેનોની વાત કરીએ તો આ સિઝનમાં ઘણા ખેલાડીઓએ પોતાની શાનદાર બેટિંગથી ફેન્સના દિલ જીતી લીધા છે. સનરાઈઝર્સ હૈદરાબાદનો વિસ્ફોટક બેટ્સમેન હેનરિક ક્લાસેન આ લિસ્ટમાં ટોપ પર છે, સતત શાનદાર ઈનિંગ રમી રહ્યો છે અને અનેક અડધી સદી ફટકારી છે. તેની આક્રમક બેટિંગથી SRH ને ઘણી મેચોમાં જીત મળી છે. આ સિવાય શ્રેયસ ઐયર પણ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. તેને ઘણી મેચોમાં ટીમને મજબૂત શરૂઆત આપી છે અને સતત અડધી સદી ફટકારીને ઓરેન્જ કેપ રેસને રોમાંચક બનાવી છે. શુભમન ગિલે પણ ગુજરાત ટાઈટન્સ માટે સારું પ્રદર્શન કર્યું છે, અને તેની ક્લાસિક બેટિંગની વ્યાપક પ્રશંસા કરવામાં આવી છે. શુભમન ગિલ અને શ્રેયસ ઐયર જેવા બેટ્સમેન પણ આ લિસ્ટમાં સામેલ છે, જેને સતત રન બનાવ્યા છે અને પોતાની ટીમોને મજબૂત સ્થિતિમાં મૂકી છે. IPL 2026માં બેટ્સમેનોનું વર્ચસ્વ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, જ્યાં 200+ ના સ્કોર સામાન્ય બની ગયા છે. શ્રેયસ ઐયરે IPL 2026ની 55મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ અડધી સદી સાથે તે હવે IPL 2026માં સૌથી વધુ અડધી સદી ફટકારનાર બીજા નંબરનો બેટ્સમેન બની ગયો છે. આ જ કારણ છે કે આ સિઝનમાં અડધી સદી ફટકારનારા ખેલાડીઓની સંખ્યા ઘણી વધારે છે. તમને જણાવી દઈએ કે ટોપ 5 માં કોણ કોણ છે.

IPL 2026માં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેન હેનરિક ક્લાસેનના નામે છે. તેને આ સિઝનમાં અત્યાર સુધીમાં 11 ઈનિંગમાં પાંચ અડધી સદી ફટકારી છે અને 494 રન સાથે ઓરેન્જ કેપ ધરાવે છે.

પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ ઐયર આ લિસ્ટમાં બીજા નંબરે છે. તેને 10 ઈનિંગમાં 5 અડધી સદી પણ ફટકારી છે, પરંતુ તેના ઓછા રન હોવાને કારણે તે લિસ્ટમાં બીજા નંબરે છે. તેને આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 392 રન બનાવ્યા છે.

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ IPL 2026 માં અત્યાર સુધી સૌથી વધુ અડધી સદી ફટકારનારા બેટ્સમેનોની લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. તેને 10 મેચની 10 ઈનિંગમાં બેટિંગ કરતી વખતે 462 રન અને 4 અડધી સદી ફટકારી છે.

આ લિસ્ટમાં સાઈ સુદર્શન ચોથા નંબરે છે, જેને 11 મેચની 11 ઈનિંગમાં 440 રન બનાવ્યા છે અને અત્યાર સુધીમાં 4 અડધી સદી ફટકારી છે.

IPL 2026માં 55 મેચ પછી સૌથી વધુ અડધી સદી ફટકારનારા બેટ્સમેનોની લિસ્ટમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો બેટ્સમેન ઈશાન કિશન પાંચમા સ્થાને છે. તેને 11 મેચની 11 ઈનિંગમાં 409 રન બનાવ્યા છે અને 4 અડધી સદી ફટકારી છે.