IPL 2026નો 'સિક્સર કિંગ' બન્યો અભિષેક શર્મા, કોણ છે લિસ્ટમાં સામેલ

સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્મા IPL 2026ના 'સિક્સર કિંગ' બન્યો છે. તેને રજત પાટીદાર પાસેથી તાજ છીનવી લીધો.

જાણો કોણ છે ટોપ-5માં સામેલ

1/6Abhishek Sharma - Rajat Patidar

અભિષેક શર્માએ IPL 2026માં પોતાના શાનદાર પ્રદર્શનથી "સિક્સર કિંગ" નું બિરુદ મેળવ્યું. તેની આક્રમક બેટિંગે સમગ્ર સિઝન દરમિયાન ફેન્સને ઈમપ્રેસ કર્યા, અને તેને સૌથી વધુ છગ્ગા ફટકારીને આ સિદ્ધિ મેળવી. અભિષેકની ખાસિયત તેની નિર્ભય બેટિંગ અને પાવર હિટિંગ હતી, જેના કારણે તેને ઘણી મેચોનો પાયો ફેરવવામાં મદદ મળી. ટોપ 5 સિક્સર હિટર્સના લિસ્ટમાં અન્ય ખેલાડીઓએ પણ સારો દેખાવ હતો. આ લિસ્ટમાં વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે, જેને પોતાની શક્તિશાળી બેટિંગથી ફેન્સને ઈમપ્રેસ કર્યા. વૈભવ સૂર્યવંશી લિસ્ટમાં ચોથા સ્થાને રહ્યો, જે તેના માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે. અન્ય મોટા નામોએ પણ લિસ્ટમાં સ્થાન મેળવ્યું, જેમણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સતત મોટા શોટ રમ્યા. IPL 2026 માં બેટ્સમેનોનું વર્ચસ્વ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અભિષેક શર્માનું ટોપ પર રહેવું તેના કરિયરમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે, જ્યારે વૈભવ સૂર્યવંશીએ પણ પોતાને એક ઉભરતા સ્ટાર તરીકે સ્થાપિત કર્યા. જાણો 19મી સીઝનમાં અત્યાર સુધી સૌથી વધુ છગ્ગા મારનારા ટોપના 5 ખેલાડીઓના લિસ્ટમાં કોણ સામેલ છે.

2/6Abhishek Sharma

મંગળવારે સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માએ દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર સદી ફટકારી. તેને 68 બોલમાં 10 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકારીને અણનમ 135 રન બનાવ્યા. અભિષેક IPL 2026 માં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી બની ગયો છે. તેને ચાલુ સિઝનમાં અત્યાર સુધી 7 મેચમાં 27 છગ્ગા ફટકાર્યા છે.

3/6Rajat Patidar

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ના કેપ્ટન રજત પાટીદારે 6 મેચમાં 22 છગ્ગા ફટકારીને લિસ્ટમાં બીજા સ્થાને સરકી ગયો છે.

4/6Priyansh Arya

પંજાબ કિંગ્સના યુવા ઓપનર પ્રિયાંશ આર્યએ 6 મેચમાં 20 છગ્ગા ફટકાર્યા છે. તે લખનૌ સુપર જાયન્ટ્સ સામે સદી ચૂકી ગયો હતો.

5/6Vaibhav Sooryavanshi

રાજસ્થાન રોયલ્સનો 15 વર્ષનો ઓપનર વૈભવ સૂર્યવંશી ચોથા નંબરે છે. તે મોટા છગ્ગા મારવા માટે જાણીતો છે. તેને અત્યાર સુધી 6 મેચમાં 20 છગ્ગા ફટકાર્યા છે.

6/6Shreyas Iyer

પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ ઐયર આ લિસ્ટમાં પાંચમા નંબરે છે. તેને 6 મેચમાં 14 છગ્ગા ફટકાર્યા છે. તેના સાથી ખેલાડી કૂપર કોનોલીએ પણ 14 છગ્ગા ફટકાર્યા છે. પંજાબ ચાલુ સિઝનમાં પંજાબ એકમાત્ર ટીમ છે જે અણનમ રહી છે.

Gallery Ads