IPL ઈતિહાસમાં અડધી સદીથી વધુ રન ફટકારનારા બેટ્સમેન, જાણો કોણ છે ટોપ પર

IPLમાં સૌથી વધુ અડધી સદી ફટકારનારા બેટ્સમેનોની લિસ્ટમાં વિરાટ કોહલી ટોપ પર છે. તમને જણાવી દઈએ કે આ લિસ્ટમાં ટોપ 5માં કોણ સામેલ છે.

જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

1/6Virat Kohli - Rohit Sharma

IPLમાં સૌથી વધુ અડધી સદી ફટકારનારા બેટ્સમેનોની લિસ્ટમાં વિરાટ કોહલી ટોપ પર છે. તેને વર્ષોથી સતત શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં તેને સૌથી વધુ 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. તેના પછી ડેવિડ વોર્નર અને રોહિત શર્માનો નંબર આવે છે, જેમને IPLમાં ઘણી વખત અડધી સદી કે તેથી વધુ રન બનાવ્યા છે, પરંતુ તેમનો આંકડો વિરાટ કોહલી કરતા થોડો ઓછો છે. કેએલ રાહુલ અને શિખર ધવન જેવા અન્ય મહાન ખેલાડીઓ પણ આ લિસ્ટમાં સામેલ છે.

2/6Virat Kohli

IPLમાં સૌથી વધુ પચાસથી વધુ સ્કોરનો રેકોર્ડ દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીના નામે છે. વિરાટ કોહલીએ પોતાના કરિયરમાં 63 અડધી સદી અને 8 સદી ફટકારી છે અને 71 વખત પચાસથી વધુ સ્કોર બનાવ્યો છે. વિરાટ કોહલી પહેલી સીઝનથી એક જ ફ્રેન્ચાઈઝી માટે રમનાર એકમાત્ર ખેલાડી છે. તેને અત્યાર સુધી ટુર્નામેન્ટમાં 267 મેચમાં 39.54ની એવરેજથી 8661 રન બનાવ્યા છે. તે લીગનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

3/6David Warner

ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર આઈપીએલના ઈતિહાસમાં સૌથી સફળ વિદેશી બેટ્સમેન છે. તેના નામે 66 વખત પચાસથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. તેને લીગના ઈતિહાસમાં 62 અડધી સદી ફટકારી છે, જ્યારે તેને 4 સદી પણ ફટકારી છે. વોર્નરે આઈપીએલમાં 3 વખત ઓરેન્જ કેપ જીતી છે. તેને 184 મેચમાં 6565 રન બનાવ્યા છે.

4/6Shikhar Dhawan

"ગબ્બર" તરીકે જાણીતા શિખર ધવને IPLમાં સૌથી વધુ પચાસથી વધુ ઈનિંગ રમનારા બેટ્સમેનોના લિસ્ટમાં ત્રીજા નંબરે છે. ધવને IPLમાં 53 અડધી સદી છે. તેને આ લીગમાં દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ જેવી ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે. શિખર ધવને આ ટુર્નામેન્ટમાં 222 મેચોની 221 ઈનિંગમાં 6769 રન બનાવ્યા છે.

5/6Rohit Sharma

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ મુંબઈને 5 આઈપીએલ ટાઈટલ અપાવ્યા છે, તે આ લિસ્ટમાં ચોથા નંબરે છે. રોહિતે 49 વખત પચાસથી વધુ રન બનાવ્યા છે, જેમાં 47 અડધી સદી અને 2 સદી ફટકારી છે. તે ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી સફળ બેટ્સમેનોમાંથી એક છે. તેને 272 મેચમાં 7046 રન બનાવ્યા છે.

6/6KL Rahul

IPL ઈતિહાસના સૌથી સ્ટાઈલિશ બેટ્સમેનોમાંથી એક કેએલ રાહુલ આ લિસ્ટમાં પાંચમા નંબરે છે. તેને આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 5 સદી ફટકારી છે અને 40 અડધી સદી પણ ફટકારી છે. કુલ મળીને તે 45 વખત પચાસથી વધુ રન બનાવવામાં સફળ રહ્યો છે. રાહુલે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 145 મેચમાં 5222 રન બનાવ્યા છે.

Gallery Ads