
IPLના ઈતિહાસમાં ઘણા ખેલાડીઓ એવા રહ્યા છે જેમણે અલગ અલગ ટીમો માટે રમીને પોતાની ઓળખ બનાવી છે. આવા ખેલાડીઓના લિસ્ટમાં મોટાભાગે મોટા સ્ટાર્સનો સમાવેશ થાય છે, જેમણે ટીમો બદલ્યા છતાં સતત પોતાના પ્રદર્શનથી પ્રેક્ષકોને રોમાંચિત કર્યા છે. ક્રિસ ગેઈલે કોલકાતા નાઈટ રાઇડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ જેવી ટીમોની જર્સી પહેરી છે. તેમના રેકોર્ડમાં IPLમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેનોમાંનો સમાવેશ થાય છે. હાલમાં ડેવિડ વોર્નર અને કેએલ રાહુલ પણ ઘણી ટીમો માટે રમી ચૂક્યા છે. વોર્નરે સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યારે રાહુલે અલગ અલગ ટીમ માટે જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય ખેલાડીઓમાં રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ પણ ટીમો બદલ્યા છતાં અનેક પ્રસંગોએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આવા ખેલાડીઓ માત્ર ટીમો માટે મહત્વપૂર્ણ સાબિત થતા નથી પણ ફેન્સ માટે સતત સપોર્ટ પણ કરે છે. આ લિસ્ટમાં સામેલ દરેક ખેલાડીએ પોતાની મહેનત અને રમતગમત દ્વારા વિવિધ ફ્રેન્ચાઈઝીઓ માટે પોતાની છાપ છોડી છે, જેના કારણે તેમને IPLનો "જર્સી ચેન્જિંગ સ્ટાર" ઉપનામ મળ્યું છે. IPLના ઈતિહાસમાં ફક્ત પાંચ ખેલાડીઓ 7 કે તેથી વધુ ટીમો માટે રમ્યા છે. આમાંથી 7 ખેલાડીઓ આ સિઝનમાં હજુ પણ એક્ટિવ છે, જ્યારે એક નિવૃત્ત થઈ ગયો છે. એક ભારતીય તો 8 ટીમો માટે રમી ચૂક્યો છે, જ્યારે એક વિદેશી ક્રિકેટર 9 ટીમો માટે રમી ચૂક્યો છે.

IPLમાં અત્યાર સુધી 18 સીઝન થઈ ચૂકી છે અને 19મી સીઝન ચાલી રહી છે, જ્યારે એરોન ફિન્ચ એવો ખેલાડી છે જેને નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ IPLમાં એક કે બે નહીં પરંતુ 9 ટીમો માટે રમ્યો છે, જે એક રેકોર્ડ છે કારણ કે IPLમાં તેના કરતા વધુ ટીમો માટે અન્ય કોઈ ખેલાડી રમ્યો નથી. ફિન્ચે ગુજરાત લાયન્સ, પુણે વોરિયર્સ ઈન્ડિયા, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, કિંગ્સ ઈલેવન પંજાબ, દિલ્હી ડેરડેવિલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ માટે ઓછામાં ઓછી એક મેચ રમી છે.

જયદેવ ઉનડકટ 8 IPL ટીમો માટે રમનાર પહેલો ભારતીય ખેલાડી છે અને હજુ પણ રમી રહ્યો છે. જયદેવ ઉનડકટ લિસ્ટમાં બીજા નંબરે છે. લેફ્ટ હેન્ડનો આ ઝડપી બોલર સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી ડેરડેવિલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, લખનૌ સુપરજાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ માટે રમી ચૂક્યો છે.

ઈશાંત શર્મા પણ આ લિસ્ટમાં સામેલ છે, જેને IPLમાં સૌથી વધુ ટીમો માટે રમી છે. ગુજરાત ટાઈટન્સ સિવાય આ ભારતીય ઝડપી બોલર ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ, કિંગ્સ ઈલેવન પંજાબ, સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ માટે પણ રમી ચૂક્યો છે.

આ લિસ્ટમાં મનીષ પાંડેનો પણ સમાવેશ થાય છે. તે અત્યાર સુધીમાં 7 IPL ટીમો માટે રમી ચૂક્યો છે. હાલમાં તે કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ છે, અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, પુણે વોરિયર્સ ઈન્ડિયા, મુંબઈ ઈન્ડિયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ માટે પણ રમી ચૂક્યો છે.

શાર્દુલ ઠાકુર પણ IPLમાં વારંવાર અલગ અલગ ટીમ માટે રમ્યો છે. તે અત્યાર સુધીમાં 7 ટીમો માટે રમી ચૂક્યો છે. મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાતા પહેલા તે ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ, કોલકાતા નાઈટ રાઇડર્સ, લખનૌ સુપરજાયન્ટ અને કિંગ્સ ઈલેવન પંજાબ માટે પણ રમી ચૂક્યો છે.