IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચોમાં કોણે કેપ્ટનશીપ કરી છે? જાણો

IPL ઈતિહાસમાં સૌથી વધુ મેચોમાં કોણે કેપ્ટનશીપ કરી છે. તેમના રેકોર્ડ શું છે? ખાસ કરીને એમએસ ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલીનો રેકોર્ડ શું છે?

જાણો કોણ છે ટોપ પર

1/6IPL

IPLની નવી સીઝન શરૂ થવા જઈ રહી છે. પહેલી મેચ 28 માર્ચે છે. આ વખતે પણ નવા કેપ્ટન અને નવા ખેલાડીઓ જોવા મળશે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે IPL ઈતિહાસમાં સૌથી વધુ મેચોમાં કોણે કેપ્ટનશીપ કરી છે. તેમના રેકોર્ડ શું છે? ખાસ કરીને એમએસ ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલીનો રેકોર્ડ શું છે? IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશીપ કરવાનો રેકોર્ડ એમએસ ધોનીના નામે છે. આ પછી રોહિત શર્મા છે, જે મુંબઈ તેમજ ડેક્કન ચાર્જર્સ માટે રમી ચૂક્યો છે. ત્યારબાદ વિરાટ કોહલી ત્રીજા નંબરે છે, જે પહેલી સીઝનથી RCB માટે રમ્યો છે. ગૌતમ ગંભીર આ લિસ્ટમાં ચોથા નંબરે આવે છે, જે કેપ્ટન અને કોચ બંને તરીકે IPL ટાઈટલ જીત્યો છે. શ્રેયસ ઐયર હવે આ લિસ્ટમાં 5મા નંબરે છે, તેને દિલ્હી કેપિટલ્સ, KKR અને પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી છે. તમને જણાવી દઈએ કે તેને ત્રણેય ટીમોને IPL ફાઈનલમાં પહોંચાડી છે, પરંતુ તે ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહ્યો છે. આ વર્ષે તે પંજાબ કિંગ્સની પણ કેપ્ટનશીપ કરી રહ્યો છે.

2/6MS Dhoni

IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશીપ કરવાનો રેકોર્ડ એમએસ ધોનીના નામે છે. તેને 235 મેચોમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી 136 મેચમાં જીત અને 97માં હારનો સામનો કરવો પડ્યો છે. ધોની એકમાત્ર કેપ્ટન છે જેને 200 થી વધુ મેચોમાં ટીમની કેપ્ટનશીપ કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સિવાય મહેન્દ્ર સિંહ ધોનીએ રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સની પણ કેપ્ટનશીપ કરી છે.

3/6Rohit Sharma

રોહિત શર્મા બીજા નંબરે આવે છે. તેને 158 IPL મેચોમાં ટીમની કેપ્ટનશીપ કરી છે, જેમાં 87 જીત્યો છે અને 67 હાર્યો છે. તેની કેપ્ટનશીપ હેઠળ 4 મેચ પણ ટાઈ થઈ હતી. રોહિત શર્મા મુંબઈ તેમજ ડેક્કન ચાર્જર્સ માટે રમી ચૂક્યો છે, પરંતુ તેને ફક્ત મુંબઈની કેપ્ટનશીપ કરી છે.

4/6Virat Kohli

વિરાટ કોહલી ત્રીજા નંબરે છે. વિરાટ કોહલીએ IPLમાં 143 મેચોમાં કેપ્ટનશીપ કરી છે, જેમાં 66 મેચમાં જીત અને 70 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 3 મેચ ટાઈ રહી હતી. વિરાટ કોહલી એકમાત્ર ખેલાડી છે જે પહેલી સીઝનથી RCB માટે રમ્યો છે. તેને ક્યારેય ટીમ બદલી નથી.

5/6Gautam Gambhir

ગૌતમ ગંભીર આ લિસ્ટમાં ચોથા નંબરે આવે છે. તેને 129 IPL મેચોમાં ટીમની કેપ્ટનશીપ કરી છે, જેમાં 71 મેચમાં જીત મેળવી છે અને 57 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જેમાં એક મેચ ટાઈ થઈ છે. તેને કેપ્ટન અને કોચ બંને તરીકે IPL ટાઈટલ જીત્યો છે.

6/6Shreyas Iyer

શ્રેયસ ઐયર હવે આ લિસ્ટમાં 5મા નંબરે છે. શ્રેયસે અત્યાર સુધીમાં 87 IPL મેચોમાં કેપ્ટનશીપ કરી છે, જેમાં 48માં જીત અને 35માં હારનો સામનો કરવો પડ્યો છે, જેમાં 2 મેચ ટાઈ થઈ છે. તેને દિલ્હી કેપિટલ્સ, KKR અને પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી છે. તમને જણાવી દઈએ કે તેને ત્રણેય ટીમોને IPL ફાઈનલમાં પહોંચાડી છે, પરંતુ તે ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહ્યો છે. આ વર્ષે તે પંજાબ કિંગ્સની પણ કેપ્ટનશીપ કરી રહ્યો છે.

Gallery Ads