
વિરાટ કોહલી અને રોહિત શર્મા IPLના ઈતિહાસમાં વિનિંગ મેચમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં સામેલ છે. વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે સતત રન બનાવ્યા છે અને IPLના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક માનવામાં આવે છે. તેની ટેકનિક, સાતત્ય અને લાંબી ઈનિંગ તેને નંબર વન પર રાખે છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા બીજા નંબર પર છે. રોહિતની ખાસિયત તેની આક્રમક શરૂઆત અને મોટા શોટ મારવાની ક્ષમતા છે. તેનેઘણી મેચોમાં નિર્ણાયક ઈનિંગ્સ રમીને પોતાની ટીમને વિજય અપાવ્યો છે. બંને ખેલાડીઓ તેમની ફ્રેન્ચાઈઝી માટે મહત્વપૂર્ણ છે અને IPLના સૌથી વિશ્વસનીય બેટ્સમેનોમાં ગણવામાં આવે છે. વિરાટ કોહલીની સાતત્ય અને ઉચ્ચ રન ગણતરી તેને ટોપ પર રાખે છે, જ્યારે રોહિત શર્માની કેપ્ટનશીપ અને ઓપનિંગ બેટિંગ તેને બીજા નંબર પર રાખે છે.

જ્યારે IPL જીતમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની વાત આવે છે, ત્યારે મહાન વિરાટ કોહલી લિસ્ટમાં ટોપ પર છે. તેને 127 ઈનિંગમાં 50.24ની એવરેજ અને 139.59ના સ્ટ્રાઈક રેટથી 4,873 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેને 5 સદી અને 37 અડધી સદી ફટકારી છે. જીતનારી મેચોમાં તેનો હાઈએસ્ટ સ્કોર 113 રન છે. વિરાટ કોહલી IPL 2026માં પણ રમી રહ્યો છે અને આ સિઝનમાં પણ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે.

IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં રોહિત શર્મા બીજા નંબરે છે. મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિતે IPLમાં તેની વિનિંગ મેચની 140 ઈનિંગમાં 4378 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 38.40 અને સ્ટ્રાઈક રેટ 138.11 રહ્યો છે. રોહિતે આ બાબતમાં 1 સદી અને 32 અડધી સદી ફટકારી છે. આ સમયગાળા દરમિયાન તેનો હાઈએસ્ટ સ્કોર 109 રન રહ્યો છે. રોહિત શર્મા IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ છે.

શિખર ધવન આ ખાસ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. તે IPLમાંથી નિવૃત્ત થઈ ગયો છે. તેને ટુર્નામેન્ટના ઈતિહાસમાં 112 વિનિંગ મેચની ઈનિંગમાં 3973 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 43.66 અને તેનો સ્ટ્રાઈક રેટ 132.43 રહ્યો છે. ધવને IPL વિનિંગ મેચોમાં 1 સદી અને 33 અડધી સદી ફટકારી છે. અહીં તેનો હાઈએસ્ટ સ્કોર 101 અણનમ છે.

ડેવિડ વોર્નર IPLના ઈતિહાસમાં ચોથા નંબરે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે, તેને IPL જીતની 79 ઈનિંગમાં 60.82 ની એવરેજ અને 153.31 ના સ્ટ્રાઈક રેટથી 3,710 રન બનાવ્યા છે. તેને 4 સદી અને 37 અડધી સદી પણ ફટકારી છે, જેમાં સૌથી વધુ સ્કોર 126 છે.

આ લિસ્ટમાં CSKના ભૂતપૂર્વ બેટ્સમેન સુરેશ રૈના પાંચમા નંબરે છે. સુરેશ રૈના 2021 થી IPL રમ્યો નથી. તેને ટુર્નામેન્ટની વિનિંગ મેચમાં 118 ઈનિંગમાં 3,559 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 38.27 છે અને તેનો સ્ટ્રાઈક રેટ 139.35 છે. રૈનાએ IPLની વિનિંગ મેચોમાં 1 સદી અને 24 અડધી સદી ફટકારી છે. સુરેશ રૈનાનો હાઈએસ્ટ સ્કોર 100 છે.