
IPLની નવી સીઝન શરૂ થવા જઈ રહી છે. પહેલી મેચ 28 માર્ચે બેંગલુરુમાં રમાશે. આ સમયગાળા દરમિયાન ઘણા નવા રેકોર્ડ બનશે, પરંતુ એક રેકોર્ડ એવો છે જે 2016થી અકબંધ રહ્યો છે. આ વખતે ધ્યાન ચોક્કસપણે તેના પર કેન્દ્રિત રહેશે કે શું આ લગભગ 10 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે કે અકબંધ રહેશે. એક જ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. તેને 2016માં RCB માટે 973 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ તે વર્ષે કુલ 16 મેચ રમી હતી, જેમાં 4 સદી અને 7 અડધી સદી ફટકારી હતી. ત્યારથી કોઈ પણ બેટ્સમેન IPLની એક જ સિઝનમાં 900થી વધુ રન બનાવી શક્યો નથી. તમને જણાવી દઈએ કે આ લિસ્ટમાં ટોપ 5માં કોણ સામેલ છે.

એક જ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. તેને 2016માં RCB માટે 973 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ તે વર્ષે કુલ 16 મેચ રમી હતી, જેમાં 4 સદી અને 7 અડધી સદી ફટકારી હતી. ત્યારથી કોઈ પણ બેટ્સમેન IPLની એક જ સિઝનમાં 900થી વધુ રન બનાવી શક્યો નથી.

શુભમન ગિલ આ લિસ્ટમાં બીજા નંબરે આવે છે, તે વિરાટ કોહલીની નજીક આવે છે પરંતુ તેને પાછળ છોડી શકવામાં નિષ્ફળ રહે છે. શુભમન ગિલે IPL 2023માં 17 મેચમાં 890 રન બનાવ્યા હતા. શુભમન ગિલે તે વર્ષે 3 સદી અને 4 અડધી સદી ફટકારી હતી. પરંતુ તે 900 રનના આંકડા સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યો હતો.

આ લિસ્ટમાં જોસ બટલર ત્રીજા નંબરે આવે છે. 2022માં જોસે રાજસ્થાન રોયલ્સ માટે 17 મેચોમાં 863 રન બનાવ્યા હતા. તેને 4 સદી અને 4 અડધી સદી ફટકારી હતી. તેઓ 900 રનના આંકડા સુધી પહોંચવાની ખૂબ નજીક પણ પહોંચી ગયા હતા, પરંતુ આખરે તેઓ નિષ્ફળ રહ્યા.

આ લિસ્ટમાં ડેવિડ વોર્નર ચોથા નંબરે આવે છે. ડેવિડ વોર્નરે વર્ષ 2016ની IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમ્યો હતો, જેમાં તેને 17 મેચમાં 848 રન બનાવ્યા હતા. તે સિઝનમાં તેને સદી ફટકારી ન હતી, પરંતુ તેને 9 અડધી સદી ફટકારી હતી.

આ લિસ્ટમાં સાઈ સુદર્શન પાંચમા નંબરે આવે છે. સાઈ સુદર્શને વર્ષ 2025 IPLમાં 15 મેચ રમી હતી, જેમાં તેને 759 રન બનાવ્યા હતા. તે સિઝનમાં શુભમન ગિલ સાથે ગુજરાત ટાઈટન્સ માટે ઇનિંગની શરૂઆત કરી હતી. સાઈએ તે સિઝનમાં એક સદી અને 6 અડધી સદી ફટકારી હતી.