IPL અને PSLની ટ્રોફી 2-2 વાર જીતનાર દુનિયાના સ્ટાર ખેલાડીઓ

અત્યાર સુધીમાં 15 ખેલાડીઓએ ક્રિકેટમાં IPL અને PSL બંને ટાઈટલ જીત્યા છે, પરંતુ તેમાંથી માત્ર 4 ખેલાડીઓએ જ 2 વાર ટાઈટલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે.

જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

1/6IPL - PSL

IPL અને પાકિસ્તાન સુપર લીગ વિશ્વની બે સૌથી લોકપ્રિય T20 ક્રિકેટ લીગ છે. ઘણા દિગ્ગજ ખેલાડીઓએ બંને લીગમાં ભાગ લીધો છે, પરંતુ ફક્ત ચાર જ ખેલાડીઓએ બંને ટુર્નામેન્ટમાં બે વાર ટ્રોફી જીતી છે. આ સિદ્ધિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે તેના માટે અલગ અલગ પરિસ્થિતિઓમાં અને અલગ અલગ ટીમો સાથે સતત પ્રદર્શનની જરૂર પડે છે. આ ખેલાડીઓમાં પહેલું નામ આન્દ્રે રસેલનું છે, જે પોતાની વિસ્ફોટક બેટિંગ અને ઓલરાઉન્ડ પ્રદર્શન માટે જાણીતા છે. ડ્વેન સ્મિથે પણ IPL અને PSL બંનેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ લિસ્ટમાં શેન વોટસનનો પણ સમાવેશ થાય છે, જેને પોતાની મિસ્ટ્રી સ્પિન બોલિંગથી ઘણી મેચ જીતી છે. ચોથો ખેલાડી શાકિબ અલ હસન છે. આ ચાર ખેલાડીઓની વિશિષ્ટતા એ છે કે તેઓએ અલગ અલગ ટીમો માટે રમતી વખતે દબાણથી ભરપૂર મેચોમાં અપવાદરૂપે સારું પ્રદર્શન કર્યું અને તેમની ટીમોની ટાઇટલ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી. આ સિદ્ધિ તેમને T20 ક્રિકેટના સૌથી સફળ ખેલાડીઓમાંના એક બનાવે છે. અત્યાર સુધીમાં 15 ખેલાડીઓએ ક્રિકેટમાં IPL અને PSL બંને ટાઈટલ જીત્યા છે, પરંતુ તેમાંથી માત્ર 4 ખેલાડીઓએ જ 2 વાર ટાઈટલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે.

2/6IPL

દુનિયાભરમાં 15 ખેલાડીઓ એવા છે જેમને IPL અને PSL બંને ટાઈટલ જીત્યા છે. એવા ખેલાડીઓ વિશે વાત કરી રહ્યા છીએ જેમને બંને T20 લીગમાં ઓછામાં ઓછી 1 મેચ રમી છે. પરંતુ તે 15 ખેલાડીઓમાંથી ફક્ત 4 ખેલાડીઓએ 2 વાર IPL અને PSL ટ્રોફી જીતી છે.

3/6Dwayne Smith

2-2 વખત IPL અને PSL ટ્રોફી જીતનારા ચાર ખેલાડીઓમાં વેસ્ટ ઈન્ડિઝના ડ્વેન સ્મિથ અને આન્દ્રે રસેલ, ઓસ્ટ્રેલિયાના શેન વોટસન અને બાંગ્લાદેશના શાકિબ અલ હસનનો સમાવેશ થાય છે.

4/6Andre Russell

ડ્વેન સ્મિથે 2008 અને 2018 માં IPL ટ્રોફી જીતી હતી, જ્યારે તેને 2016 અને 2019 માં PSL ટ્રોફી પણ જીતી હતી. આન્દ્રે રસેલે 2014 અને 2024 માં IPL ટાઈટલ જીત્યું હતું, જ્યારે તેને 2016 અને 2018 માં PSL ટ્રોફી જીતી હતી.

5/6Shane Watson

શેન વોટસને 2008 અને 2018 માં IPL ટાઈટલ જીત્યું હતું, જ્યારે તેને 2016 અને 2019 માં PSL ટાઈટલ જીત્યું હતું. શાકિબ અલ હસને 2012 અને 2014 માં IPL ટ્રોફી જીતી હતી, જ્યારે તેને 2017 અને 2025 માં PSL જીતી હતી.

6/6Shakib Al Hasan

આ સિવાય અન્ય ખેલાડીઓ છે જેમને ઓછામાં ઓછા એક વખત IPL અને PSL બંને જીત્યા છે. આ ખેલાડીઓમાં કામરાન અકમલ, સોહેલ તનવીર, ઈમરાન તાહિર, રાશિદ ખાન, ક્રિસ લિન, રહેમાનુલ્લાહ ગુરબાઝ, મિચેલ મેકક્લેનાઘન, ફિલ સોલ્ટ, ઈયોન મોર્ગન, સેમ બિલિંગ્સ અને ડ્વેન બ્રાવોનો સમાવેશ થાય છે.

Gallery Ads