IPLમાં સૌથી ઝડપી ફિફ્ટી કોણે ફટકારી? ઉર્વિલ પટેલે યશસ્વી જયસ્વાલની કરી બરાબરી

IPL 2026ની 53મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન ઉર્વિલ પટેલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 13 બોલમાં અડધી સદી ફટકારી હતી. તે IPL ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર સંયુક્ત રીતે પ્રથમ બેટ્સમેન બન્યો છે.

જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

1/6Yashasvi Jaiswal - Urvil Patel - Romario Shepherd

ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સ સામે ઘરઆંગણે મેચ રમી રહી છે, જેમાં તેમને 204 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ મેચમાં CSK એ 45 રનના સ્કોર પર પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ બેટિંગ કરવા આવેલા 27 વર્ષના ઉર્વિલ પટેલે એવી તોફાની ઈનિંગ રમી કે તેને ઘણા રેકોર્ડ તોડી નાખ્યા. આ મેચમાં ઉર્વિલ એ માત્ર 23 બોલમાં 65 રનની શાનદાર ઈનિંગ રમી અને 13 બોલમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી. ઉર્વિલ પટેલે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ખૂબ જ વિસ્ફોટક રીતે પોતાની ઈનિંગ શરૂ કરી હતી જેમાં તેને મોટાભાગના બોલ સીધા સ્ટેન્ડ્સમાં ફટકાર્યા હતા. ઉર્વિલે આ મેચમાં માત્ર 13 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી, જેની સાથે તે હવે યશસ્વી જયસ્વાલ સાથે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા ઉર્વિલ પટેલે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો, જે અગાઉ સુરેશ રૈનાના નામે હતો, જેને 2014માં પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તે IPL ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર સંયુક્ત રીતે પ્રથમ બેટ્સમેન બન્યો છે. તમને જણાવી દઈએ કે ટોપ 5માં કોણ સામેલ છે.

2/6Yashasvi Jaiswal

IPL ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી 2023માં રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ફટકારી હતી. તેને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 13 બોલમાં અડધી સદી ફટકારી હતી.

3/6Urvil Patel

ઉર્વિલ પટેલે રવિવારે IPL 2026માં યશસ્વી જયસ્વાલના રેકોર્ડની બરાબરી કરી. તેને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમતી વખતે આ સિદ્ધિ મેળવી હતી.

4/6KL Rahul

કેએલ રાહુલે IPLમાં સૌથી ઓછા બોલમાં અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. 2018 માં પંજાબ કિંગ્સ તરફથી રમતી વખતે તેને મોહાલી ખાતે દિલ્હી કેપિટલ્સ સામે 14 બોલમાં અડધી સદી ફટકારી હતી.

5/6Pat Cummins

પેટ કમિન્સ આઈપીએલમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનારા બેટ્સમેનોના લિસ્ટમાં પણ સામેલ છે. તેને 2022માં પુણેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 14 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તે સમયે તેઓ કેકેઆર ટીમનો ભાગ હતો.

6/6Romario Shepherd

આરસીબીના વિસ્ફોટક બેટ્સમેન રોમારિયો શેફર્ડ પણ ટોપ 5 માં સ્થાન ધરાવે છે. તેને 2025ની આઈપીએલ સીઝન દરમિયાન બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 14 બોલમાં અડધી સદી ફટકારી હતી.

Gallery Ads