
ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં ઘણા બેટ્સમેનો એવા રહ્યા છે જેમણે T20 વર્લ્ડકપની એક જ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો છે. આવા ખેલાડીઓમાં ઓપનર તેમજ મિડલ ઓર્ડરના બેટ્સમેનનો સમાવેશ થાય છે, જે પાવરપ્લે અને ડેથ ઓવર્સમાં ઝડપી રન બનાવવામાં નિષ્ણાત હોય છે. બાઉન્ડ્રી મારવાની ક્ષમતા ટીમ માટે ખૂબ મહત્વની હોય છે કારણ કે તે મેચની દિશા બદલવાની શક્તિ ધરાવે છે. જ્યારે કોઈ ભારતીય બેટ્સમેન એક જ વર્લ્ડકપ સિઝનમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારે છે, ત્યારે તે માત્ર વ્યક્તિગત રેકોર્ડ જ નહીં પરંતુ ટીમની સફળતામાં પણ મહત્વનો ફાળો આપે છે.

T20 વર્લ્ડકપ 2026માં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. લેફ્ટ વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન ટુર્નામેન્ટની એક જ સીઝનમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનારા બેટ્સમેનોના લિસ્ટમાં ટોપ પર છે. T20 વર્લ્ડકપની આ સીઝનમાં કિશને અત્યાર સુધીમાં 8 ઈનિંગમાં 43 બાઉન્ડ્રી ફટકારી છે.

આ લિસ્ટમાં રોહિત શર્મા બીજા નંબરે છે. રોહિતે 2024ના T20 વર્લ્ડકપમાં 39 બાઉન્ડ્રી ફટકારી હતી. તે વર્લ્ડકપ દરમિયાન રોહિતે સતત ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી. તેને ભારતની વર્લ્ડકપ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ટાઈટલ જીત્યા પછી T20 ઈન્ટરનેશનલ મેચોમાંથી નિવૃત્તિ લીધી હતી.

ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર સંજુ સેમસન આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. તેને આ વર્લ્ડકપમાં અત્યાર સુધી 4 મેચ રમી છે. ફક્ત આ ચાર ઈનિંગમાં તેને 38 બાઉન્ડ્રી ફટકારી છે. તેને સુપર 8માં વેસ્ટ ઈન્ડિઝ સામે અને સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે મેચવિનિંગ ઈનિંગ રમી હતી. હવે તે ફાઈનલમાં તે ફોર્મ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન સૂર્યકુમાર યાદવ T20 વર્લ્ડકપના એક જ એડિશનમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનારા ખેલાડીઓની લિસ્ટમાં ચોથા નંબરે છે. તેને 2022ના T20 વર્લ્ડકપમાં 35 બાઉન્ડ્રી ફટકારી હતી. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી આ લિસ્ટમાં પાંચમા નંબરે છે. તેને 2014 અને 2016 ના T20 વર્લ્ડકપમાં શાનદાર બેટિંગ કરી હતી, બંને ટુર્નામેન્ટમાં 34 બાઉન્ડ્રી ફટકારી હતી. તેને 2016ના T20 વર્લ્ડકપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો. 2024ના T20 વર્લ્ડકપ જીત્યા પછી તેને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.