
T20 વર્લ્ડ કપ જીત્યા પછી ખેલાડીઓની જશ્નની તસવીરો વાયરલ થઈ રહી છે. આ વચ્ચે બુમરાહની પત્ની સંજના ગણેશન પણ ચર્ચામાં છે. જો કે બહુ ઓછા લોકો જસપ્રીત બુમરાહની પત્ની સંજના વિશે જાણે છે. તો જાણો આ વિશે વધુમાં. બુમરાહ અને તેની પત્ની સંજનાની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે. આમ, તમને જણાવી દઈએ કે સંજના ગણેશન એક ફેમસ નામ છે. એક શોમાં એન્કરિંગ કરવાના 40 લાખ રૂપિયા વસૂલે છે. આ સિવાય પણ બીજી અનેક એક્ટિવિટીમાં સંજના એક્ટિવ છે.

સંજના ગણેશનનો જન્મ પુણેમાં થયો હતો. તે એક હાઈલી એજ્યુકેટેડ ફેમિલીમાંથી આવે છે. એન્જિનિયરિંગનું સ્ટડી કર્યા બાદ મોડલિંગ અને મીડિયાની દુનિયામાં આગળ વધી. ખૂબસૂરતી અને કોન્ફિડન્સને કારણે સંજનાએ Femina Miss India માં હિસ્સો લીધો હતો અને તે ફાઇનલિસ્ટ રહી હતી. આ સમયે સંજનાએ ઓફિશિયલી ગોર્જિયસનો ખિતાબ જીત્યો હતો.

રિયાલિટી ટીવી શો પછી સંજનાએ તેના કરિયરની દિશા બદલી અને સ્પોર્ટ્સ એન્કરિંગની દુનિયામાં પગ મૂક્યો. ટીવી હોસ્ટની સાથે સાથે સ્પોર્ટ્સ એન્કરિંગ પણ કરે છે. અનેક ક્રિકેટ ટુર્નામેન્ટ્સ અને લીગ્સમાં પણ એન્કરિંગ કર્યું છે. એન્કર જલદી જ સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટિંગનો જાણીતો ચહેરો બની ગઈ.

સંજનાએ વર્ષ 2012માં સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી B.Tech કર્યું છે. સ્નાતક થયા પછી સંજનાએ એક વર્ષ સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યું હતું. રિપોર્ટ્સ અનુસાર સંજના ગણેશન અને જસપ્રિત બુમરાહનો મુંબઈમાં આલીશાન એપાર્ટમેન્ટ છે. આ એપાર્ટમેન્ટની કિંમત લગભગ 2 કરોડ છે. આ સાથે બુમરાહનું અમદાવાદમાં પણ એક ઘર છે, જેની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે.

સ્પોર્ટ્સ શો દરમિયાન સંજનાની મુલાકાત ભારતીય બોલર જસપ્રીત બુમરાહ સાથે થઈ. કામથી શરૂ થયેલી વાતચીત ધીરે ધીરે મિત્રતામાં પરિણમી અને પછી એકબીજાને ડેટ કરવા લાગ્યા. રિપોર્ટ્સ અનુસાર જસપ્રીત બુમરાહે સંજનાને હોટલ રૂમની બાલકનીમાં પ્રપોઝ કર્યું હતું.
