
વર્ષ 2025માં ભારતીય ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. વર્ષ 2025માં સૌથી વધુ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વિકેટ લેનાર ખેલાડીઓમાં ભારતીય ખેલાડીઓનો દબદબો છે. આમાં ટોપ 5 ખેલાડીઓમાં કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજનું નામ સામેલ છે.

મોહમ્મદ સિરાજ આ લિસ્ટમાં બીજા નંબરે છે. આ વર્ષે તેને 8 ટેસ્ટ મેચની 15 ઈનિંગમાં 37 વિકેટ લીધી છે. તેને ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુઝારાબાનીને હરાવીને પાછળ છોડ્યો છે.

બ્લેસિંગ મુઝારાબાનીએ 9 મેચની 13 ઈનિંગમાં 36 વિકેટ લીધી છે. જ્યારે સિરાજની એવરેજ 26.45 રહી છે, જ્યારે બ્લેસિંગ મુઝારાબાનીની એવરેજ 28.63 રહી છે. સિરાજ આ વર્ષે 2 વાર અને મુઝારાબાની 3 વાર 5 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક આ લિસ્ટમાં ચોથા નંબરે છે. તેને આ વર્ષે 7 ટેસ્ટ મેચોમાં 14 ઈનિંગમાં 29 વિકેટ લીધી છે, જેની એવરેજ 17.24 છે અને તેનો ઈકોનોમી રેટ 3.37 છે. સ્ટાર્કે આ વર્ષે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં ફક્ત એક જ વાર 5 વિકેટ લીધી છે.

ઓસ્ટ્રેલિયાનો નાથન લાયન 2025 માં ટેસ્ટ ક્રિકેટમાં પાંચમા નંબરે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેને આ વર્ષે અત્યાર સુધીમાં 6 મેચ રમી છે, જેમાં 11 ઈનિંગમાં 24 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની એવરેજ 24.04 છે અને તેનો ઈકોનોમી રેટ 3.32 છે.
