FIFA World Cupમાં કિલિયન એમ્બાપે એક જ મેચમાં બનાવ્યા બે વર્લ્ડ રેકોર્ડ

ફૂટબોલ વર્લ્ડ કપ 2026માં નોકઆઉટ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. જેમાં સ્ટાર ખેલાડીઓનો જલવો જોવા મળી રહ્યો છે. ગોલ્ડન બૂટની રેસમાં સતત સમીકરણો બદલાઈ રહ્યા છે. અત્રે જણાવવાનું કે વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનારા ખેલાડીને ગોલ્ડન બૂટ પુરસ્કાર મળે છે

Kylian Mbappe

1/6Kylian Mbappe Record

ફૂટબોલ વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં ફ્રાન્સે સ્વીડનને 3-0થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો છે. કિલિયન એમ્બાપ્પેએ બે ગોલ કરીને નોકઆઉટ મેચોના ઐતિહાસિક રેકોર્ડને તોડ્યો અને હવે તે ગોલ્ડન બૂટની રેસમાં મેસ્સીની હરોળમાં પહોંચી ગયો છે. ફ્રાન્સની ટીમ હવે આગામી રાઉન્ડમાં પેરાગ્વેનો સામનો કરશે. પેરાગ્વે એ જ ટીમ છે જેણે જર્મનીને હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો. 

2/6FIFA World Cup 2026

જે કામ મેસ્સી જેવા દિગ્ગજો પોતાને નામ કરી શક્યા નથી. સ્વીડન વિરુદ્ધ 3-0ની જીત સાથે ફ્રાન્સ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યારે સ્વીડને પોતાના બોરિયા બિસ્તર બાંધી લીધા છે.

3/6Kylian Mbappe Record

એમ્બાપ્પેના નામે હવે વર્લ્ડ કપ ઈતિહાસમાં નોકઆઉટ મેચમાં 10 ગોલ છે. મેચમાં પહેલા ગોલની સાથે તેમણે બ્રાઝીલના મહાન ખેલાડી રોનાલ્ડોને પાછળ છોડ્યો છે. તે વર્લ્ડકપમાં નોકઆઉટમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો છે.

4/6 Ronaldo messi record

એમ્બાપ્પેનો આ વર્લ્ડકપના ઈતિહાસના નોકઆઉટ સ્ટેજમાં ચોથી મેચ રહી જેમાં તેમણે એક થી વધારે ગોલ કર્યા હતા.

5/6 World Cup knockout

એમ્બાપ્પેનો આ રેકોર્ડ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં કોઈ પણ અન્ય ખેલાડીથી બેગણો વધારે છે. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં તેની 7મી મેચ રહી જેમાં તેમણે એકથી વધુ ગોલ કર્યા છે. આ એક વર્લ્ડ રેકોર્ડ છે.

6/6Kylian Mbappe

અમ્બાપે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર પેલે પછી બીજા ક્રમે છે. તેમનાથી આગળ ફક્ત લિયોનેલ મેસ્સી છે, જેમના 27 ગોલ છે. હાલના વર્લ્ડકપમાં એમ્બાપ્પે અત્યારસુધી 6 ગોલ કર્યા છે. જે લિયોનેલ મેસ્સીની બરાબર છે. આ ટૂર્નામેન્ટમાં તેમણે 2 અસિસ્ટ કર્યા છે. જેના કારણે તે ગોલ્ડન બુટની રેસમાં મેસ્સીથી પણ આગળ છે.

Gallery Ads