WPL 2026ની પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ. આ મેચમાં RCB અને ઇંગ્લેન્ડની ફાસ્ટ બોલર લોરેન બેલે પોતાની ડેબ્યૂ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને મુંબઈ ઇન્ડિયન્સની બેટરને રોકી રાખ્યાં. લોરેન બેલની આગળ મુંબઈની બેટર એક-એક રન બનાવવા માટે સંઘર્ષ કરતી રહી, જેના કારણે તે મુંબઈ ઇન્ડિયન્સ પર પ્રેશર બનાવવામાં સફળ રહી.

લોરેન બેલે મેચની શરૂઆત જ મેડન ઓવરથી કરી, જેમાં તેણે એકપણ રન આપ્યો નહીં. તેની પહેલી બે ઓવર્સમાં કુલ 11 ડોટ બોલ સામેલ રહ્યાં. જેથી MIના ઓપનર્સ અમેલિયા કેર અને જી કમલિની પર જોરદાર પ્રેશર બન્યું. બેલે પોતાની ચાર ઓવરના સ્પેલમાં માત્ર 14 રન આપ્યા અને 19 ડોટ બોલ ફેંક્યા, સાથે જ 1 વિકેટ પણ લીધી. તેણે અમેલિયા કેરની વિકેટ ઝડપી. જે 15 બોલ પર માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગઈ. બેલની બોલિંગે MIને શરૂઆતની ઓવર્સમાં રન બનાવતા રોકી દીધી અને પાવરપ્લેમાં સ્કોરિંગ રેટ ઓછો કરી દીધો.

6 ફૂટ 2 ઈંચની લંબાઈ વાળી લોરેન બેલને તેના કદનો મોટો ફાયદો મળે છે. તે બોલને હાર્ડ લેન્થ પર નાખીને એક્સ્ટ્રા બાઉન્સ પેદા કરે છે, જેથી બેટ્સમેનોને રમવાનું મુશ્કેલ બની જાય છે. આ મેચમાં પણ તેની લંબાઈ અને સટિક લાઇન-લેન્થે MIની બેટિંગને રોકી રાખી. આ તેની WPLમાં પહેલી મેચ હતી અને તેણે આ મેચને યાદગાર બનાવી.

જણાવી દઈએ કે, RCBએ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી અને બેલની આ શાનદાર શરૂઆતે ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. મેચમાં MIની શરૂઆત ધીમી રહી અને બેલના સ્પેલે તેને મોટા સ્કોર તરફ આગળ વધતા રોક્યું.

મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ મેચમાં પહેલા બેટિંગ કરતા 6 વિકેટના નુકસાન પર 154 રન બનાવી શકી હતી. એક સમયે ટીમે 67 રન પર જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ સજીવન સજના અને નિકોલા કેરીએ શાનદાર પ્રદર્શન કર્યું. સજીવન સજનાએ 25 બોલ પર 45 રનની તોફાની ઇનિંગ રમી, જેમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો સામે હતો. જ્યારે નિકોલા કેરીએ 29 બોલમાં 49 રનનું યોગદાન આપ્યું, જેમાં 4 ચોગ્ગા જોવા મળ્યાં.